Proud of Gujarat
FeaturedGujaratINDIA

નબીપુર પોલીસ મથકમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટરની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ

Share

ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ મથકમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે. એમ. ચૌધરીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી. આયોજિત શાંતિ સમિતિની બેઠકમાં નબીપુર પોલીસ મથકની હદમાં આવતા 33 ગામોના સરપંચો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આવનારા તહેવારો શાંતિમય માહોલમાં ભાઈચારા અને એકતામાં ઉજવાય તે બાબતે નબીપુરના પી.એસ.આઈ. એ ભાર મૂકયો હતો.

ભારત દેશમાં વિવિધ જાતિ અને ધર્મના લોકો વસે છે અને આવા તહેવારો થકી તેઓ એકબીજાની સમીપ આવે છે અને તહેબરોનો આનંદ માણે છે. આપણે પણ આ ખુશીના સમયે એકબીજાની સમીપ આવી તહેવારોનો આનંદ માણીએ. તહેવારો દરમ્યાન જો કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે તેના કાર્ય પર શંકા ઉદ્દભવે તો તુરંત નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા જણાવ્યું હતું.

Advertisement

Share

Related posts

સુપ્રીમ કોર્ટનો આદેશ, કોરોનાથી થયેલા મોત પર વળતર આપે સરકાર.

ProudOfGujarat

પંચમહાલ જીલ્લાની ગ્રામપંચાયતોના પેટાચુટણીના પરિણામો જાહેર.

ProudOfGujarat

ભરૂચના કરગટ ગામની સીમમાં કંપનીનો સામાન સાચવવા રાખેલ સિક્યુરિટી ગાર્ડ ઉપર હુમલા બાદ લાખોના સામાનની થઈ લૂંટ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!