Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના નંદેલાવ રોડ ઉપર મોબાઈલ આંચકી બાઈક પર ભાગી જતી ટોળકી સક્રિય

Share

ભરૂચ રેલવે સ્ટેશનથી નંદેલાવ તરફ જતા રસ્તા ઉપર રાહદારીઓના હાથમાંથી બાઈક પર આવી મોબાઇલ ખેંચી લઇ ફરાર થઈ જતી ટોળકી સક્રિય થયેલ છે. લોકોમાં ભય ફેલાઈ રહ્યો છે અને છેલ્લા દિવસોમાં આવા છ થી સાત બનાવ બન્યા હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

તેવા જ એક કિસ્સામાં ભોલાવની જીવનદીપ સોસાયટીમાં રહેતા જયેશભાઈ લક્ષ્મીદાસ સોલંકી તા.23/6/2023 ના રોજ રાત્રે 10:30 વાગ્યાના સુમારે અમીધરા સોસાયટીની સામે નંદેલાવ તરફ પગપાળા જતાં હોય અને મોબાઈલ ફોન પર વાત ચાલુ હોય તેમના હાથમાંથી મોબાઇલ આંચકી પલ્સર બાઈક પર આવેલા યુવાનો ભાગી છૂટ્યા હતા જે બાબતે જયેશભાઈ સોલંકી એ “એ” ડીવીઝન પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે. ભરૂચમાં દિન પ્રતિદિન ગુન્હાખોરીનું દુષણ વધતું રહ્યું છે ત્યારે ભરૂચની પ્રજા પોલીસ પાસે આવી ગુન્હાખોરીને અટકાવવાની અપેક્ષા રાખી રહી છે.

Advertisement

Share

Related posts

કાંકણપુર ખાતે આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં કોવિડ રસીકરણ કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

MeToo: વિશ્વની 201 શક્તિશાળી પ્રતિભા ફસાઈ છે, 124એ તેમના પદેથી રાજીનામું આપવું પડ્યું

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાનાં ઉમલ્લા ગામે પગપાળા વતનમાં જતા શ્રમિકો આવતા ૫૦૦ જેટલા શ્રમિકોને જમાડીને વાહનોની સગવડ કરી આપી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!