Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ એ.એચ.ટી.યુ યુનિટ દ્વારા પરીએજ ગામે કુમારશાળા તથા ગામની માધ્યમિક હાઈસ્કૂલમાં અવેરનેસ પ્રોગ્રામ યોજાયો.

Share

ભરૂચ એ એચ ટી યુ યુનિટનાં પોલીસ ઇન્સ્પેક્ટર એન એસ વસાવા તથા એએસઆઇ કનકસિંહ ગઢવી દ્વારા પરીએજ માધ્યમિક શાળા ખાતે બાળમજૂરી અપહરણ સહિતના ગુનાઓ વિશે અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ એ એચ ટી યુ યુનિટ ના ઇન્સ્પેક્ટર વસાવા તથા કનકસિંહ ગઢવી દ્વારા પરીએજ ગામે કુમારશાળા તથા ગામની માધ્યમિક હાઈસ્કૂલમાં અપહરણ, બાળમજૂરી, પ્રેમ પ્રકરણ, નશીલા પદાર્થોથી દૂર રહેવું સહિતના વિષયો પર અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામના સરપંચ, સામાજિક રાજકીય આગેવાનો, શાળાના પ્રિન્સિપાલ, શિક્ષક ગણ અને બહોળા પ્રમાણમાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. માહિતીપ્રદ વિષયો પર સેમીનાર યોજાયો હોય જેના લીધે તમામ વિદ્યાર્થીઓમાં ઉમંગ ઉત્સાહક જોવા મળ્યો હતો. શાળાના પ્રિન્સિપાલ તથા ગામના સામાજિક રાજકીય આગેવાનોએ પોલીસ વિભાગની આ કામગીરીની સરાહના કરી હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરની વિદ્યાર્થીની એ ફોરેન્સીક સાયન્સમાં “ગોલ્ડ મેડલ” મેળવી સફળતા પ્રાપ્ત કરી.

ProudOfGujarat

ડાકોર રોડ પર આવેલી ગંગોત્રી સોસાયટીમાં એક મકાનને તસ્કરોએ નિશાન બનાવી હાથફેરો કરી ફરાર.

ProudOfGujarat

જંબુસર તાલુકાનાં ઉછડ ગામેથી સગીર બાળાનું અપહરણ કરી લઈ જનાર આરોપીને સુરેન્દ્રનગર જીલ્લામાંથી ઝડપી પાડતી ભરૂચ પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!