Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં મોહરમ પર્વ નિમિત્તે રસ્તાઓનાં પેચવર્ક સહિતની કામગીરી કરવા માટે નગરપાલિકાને કરાઇ રજૂઆત

Share

ભરૂચ શહેરમાં મહોરમના પવિત્ર પર્વ નિમિત્તે શહેરના મુખ્ય રસ્તા પર પેચવર્ક કામ તથા સાફ-સફાઈ કરાવવા વોર્ડ નંબર 10 ના સભ્યએ નગરપાલિકાના પ્રમુખ સમક્ષ લેખિત રજૂઆત કરી છે.

આ લેખિત પત્રમાં જણાવ્યા અનુસાર તારીખ 28/7/2023 તથા તારીખ 29 /7 /2023 ના રોજ મહોરમનો પવિત્ર તહેવાર હોય ભરૂચ શહેરમાં ઠેર ઠેર માર્ગો બિસ્માર હાલતમાં છે, તો તાજીયા જુલુસને લઈને ભરૂચના રાજમાર્ગો પીરકાઠી રોડ, ભઠીયાર વાડ, કુરજા ચાર રસ્તા, ઘાસ મંડાઇ, કતોપોર દરવાજા, બાવડી, કંસારવાડ, સોનેરી મહેલ, ચુનારવાડ, બહારની ઊંડાઈ, ફાટાતળાવ, જુમ્મા મસ્જિદ સહિતના વિસ્તારોમાં પેચવર્ક કામગીરી કરી તેમજ સાફ સફાઈ- સ્ટ્રીટ લાઈટ સહિતની વ્યવસ્થા કરવા બાબતે વોર્ડ નંબર ૧૦ ના કોંગ્રેસ પક્ષના નગરપાલિકા સભ્ય તેહજીબ બેન તેમજ આગેવાનો સોયેબ સુજનીવાલા, વસીમ પઠાણ, રાજા શેખ દ્વારા નગરપાલિકાને લેખિત પત્ર દ્વારા રજૂઆત કરાઇ છે.

Advertisement

Share

Related posts

પંચમહાલ : લોક ડાઉન વચ્ચે માં કૃપા સહાય જૂથે બાળકીનાં જન્મદિવસની ઉજવણી કરતાં સમગ્ર શેલ્ટર હોમમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ સર્જાઈ ગયું હતું.

ProudOfGujarat

વડોદરા : કરજણ ખાતે ધર્મ આધારિત નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં રેલી કઢાઈ.

ProudOfGujarat

ઘી પાલેજ હાઈસ્કૂલ પાલેજનું ધોરણ ૧૨ નું ૭૪.૨૩ ટકા પરિણામ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!