Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચમાં યુવાનનો મોબાઇલ ઝુંટવી 2 ગઠિયા બાઇક પર ફરાર..

Share

 
ભરૂચના લિમડી ચોક વિસ્તારનો યુવાન ફોન પર વાતો કરતો ચાલતો જઇ રહ્યો હતો. તે વેળાં અેક બાઇક પર અાવેલાં બે ગઠિયાઅો તેનો મોબાઇલ છીનવી નાસી છુટ્યાં હતાં. બનાવ સંદર્ભે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, ભરૂચ શહેરના લીમડીચોક વિસ્તારમાં રહેતો મુકેશ ફતેસિંગ વસાવા ગત 20મીઅે ચાલતો લિમડીચોકથી બંબાખાના તરફ જઇ રહ્યો હતો. તે ચાલતાં ચાલતાં ફોન પર વાતો કરી રહ્યો હતો. તે વેળાં અેક બાઇક પર સવાર બે યુવાનો પાછળથી અચાનક ધસી અાવતી તેના હાથમાંથી મોબાઇલ છીનવી ત્યાંથી નાસી છુટ્યાં હતાં. બનાવ સંદર્ભે મુકેશ વસાવાઅે ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી અાગળની કાર્યવાહી હાથ ધરી છે..

Advertisement

Share

Related posts

બુટલેગરોનો દિવાસાના દિવસે દિવાડો નિક્ડ્યો ! પોલીસની લાલઆંખે બુટલેગરોની આંખોમાં મરચું નાખ્યું !

ProudOfGujarat

ગુજરાત ની જીવાદોરી સમાન સરદાર સરોવર ખાતેના પાવર હાઉસમાં હાલ બમ્પર વીજ ઉત્પાદન થઈ રહ્યું છે.

ProudOfGujarat

જંબુસર તાલુકા ના ડાભા ગામ ના તલાટી ને ૩૦૦૦ ની લાંચ સ્વીકારતા ઝડપાયા- વડોદરા રૂરલ એન્ટી કરપ્શન બ્યુરો ની ટીમે રંગે હાથ ઝડપી પાડયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!