Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ હાંસોટના ઉતરાજ ગામ પાસે સરકારી એસ.ટી બસ અને કાર વચ્ચે અકસ્માતમાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત

Share

ભરૂચ જિલ્લામાં અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, જિલ્લામાં ખાસ કરી નેશનલ હાઇવે અને રાજ્ય ધોરીમાર્ગ પર છાશવારે અકસ્માત સર્જાતા હોવાનું સામે આવી રહ્યું છે, રોજ મ રોજ અકસ્માતની ઘટનાઓમાં કેટલાક લોકો મોતને ભેટી રહ્યા છે તો કેટલાક લોકો ઈજાગ્રસ્ત બની સારવાર લેવા મજબુર બની રહ્યા છે, તેવામાં વધુ એક અકસ્માતની ઘટના ભરૂચ જિલ્લાના હાંસોટ પંથકમાંથી સામે આવી છે.

હાંસોટ તાલુકાના ઉતરાજ ગામ પાસે સરકારી એસ ટી બસ અને એક કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, અંકલેશ્વર ધમરોડ વચ્ચે દોડતી એસ.ટી બસ સાથે ફોરવ્હીલ કાર અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં કારમાં સવાર વૃદ્ધને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને 108 એમ્બ્યુલસ મારફતે તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માતમાં બસમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ થયો હતો, ઘટના અંગેની જાણ હાંસોટ પોલીસ મથકે થતા પોલીસે સ્થળ ઉપર દોડી જઈ અકસ્માત ગ્રસ્ત વાહનોને રસ્તા વચ્ચેથી હટાવી સમગ્ર મામલે ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી વધુ તપાસ હાથધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લાનાં શુકલતીર્થ મંગલેશ્વર વિસ્તારમાં વ્યાપક પ્રમાણમાં માટીના ખનનની આડમાં લાખો રૂ.ની રોયલ્ટી ચોરીનું સુવ્યવસ્થિત ઢબે કૌભાંડ ચાલી રહ્યું હોવાની વ્યાપક ચર્ચાઓ સાંભળવા મળી રહી છે.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે શાહ એન.એન.એમ.સી. હાઈસ્કુલમાં નશાબંધી સપ્તાહની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચમાં સિવિલ હોસ્પિટલમાં ટાઇગર એકતા ગ્રુપ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!