Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાલિયામાં કેબલ ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી. ભરૂચ

Share

ભરૂચ જિલ્લાના વાલીયામાં આવેલ વિઠ્ઠલ ગામની સીમમાંથી કેબલ ચોરી થયેલ હોય જે કેબલ ચોરીના ગુનામાં સવા વર્ષથી નાસતા ફરતા આરોપીને સિલુડી ચોકડી ખાતેથી લોકલ ક્રાઈમ બ્રાન્ચ ભરૂચ પોલીસે ઝડપી પાડ્યો છે.

ભરૂચ એલ.સી.બી ના પી.આઈ ઉત્સવ બારોટ એ એલ.સી.બી.ના અધિકારી અને કર્મચારીઓને ભરૂચ જીલ્લાના તમામ પો.સ્ટે. માં નાસતા ફરતા આરોપીઓની માહિતી એકત્ર કરી આરોપીઓને શોધી કાઢવા માર્ગદર્શન આપેલ જે અન્વયે એલ.સી.બી. ની ટીમ વાલિયા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગમા હતી દરમિયાન બાતમીના આધારે વાલિયા પો.સ્ટે. ચોરીના ગુનાનો આરોપી આકાશભાઈ રવજીભાઈ વસાવા રહે. આખાખોલ ગામ, ખજુરી ફળિયું તા.કામરેજ જી.સુરતનો છેલ્લા સવા વર્ષથી નાસતો ફરતો હોય જેને વાલિયાની સિલુડી ચોકડી ખાતેથી ઝડપી લઈ કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે વાલિયા પો.સ્ટે. ખાતે સોપવામાં આવેલ છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં શબેબરાત પર્વની મુસ્લિમ બિરાદરો દ્વારા સાદગીપૂર્વક અને સરકારની માર્ગદર્શિકા મુજબ ઉજવણી કરાઇ હતી.

ProudOfGujarat

અંકલેશ્વર : આજે શીતળા સાતમ : મહિલાઓએ શીતળા માતાનું પૂજન અર્ચન કરી પરિવારનું સ્વાસ્થ્ય સારું રહે તે માટેની કામના કરી.

ProudOfGujarat

જુના ગડોદરમાં ભાજપના કાર્યકર પર આપના ઉમેદવાર સહિત 6 નો હુમલો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!