Proud of Gujarat
FeaturedGujaratINDIA

કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વ.અહમદ પટેલની 74 મી જન્મજયંતિ નિમિત્તે સ્મરણાંજલિ સભાનું ભરૂચ રોટરી ક્લબ ખાતે આયોજન કરવામાં આવ્યું

Share

ભરૂચ રોટરી ક્લબ ખાતે કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વ.અહમદ પટેલની 74 મી જન્મજયંતિ નિમિત્તે સ્મરણાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્મરણાંજલિ સભામાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શકિતસિંહ ગોહિલ, અહેમદભાઈ પટેલના પુત્ર ફૈઝલ પટેલ તેમજ પુત્રી મુમતાઝ, આપના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત અન્ય રાજકીય અગ્રણીઓ અને કોંગીજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શકિતસિંહ ગોહિલે રાજકીય વાતથી દુર રહી અહેમદભાઈ પટેલના યોગદાનને બિરદાવી તેઓના લોકહિત પ્રત્યે તેઓની પ્રતિબદ્ધતાને પણ યાદ કરી હતી, તો આ પ્રસંગે આવેલ આપ ના ધારાસભ્ય ચૈતર પટેલે કોંગ્રેસ સાથેના ગઠબંધનમાં લોકસભાની ચૂંટણી લડવામાં આવશે અને તેમ નહી થાય તો ગુજરાતની તમામ 26 બેઠકો પર આમ આદમી પાર્ટી ચૂંટણીમાં ઉમેદવાર ઉતારશે તેમ પણ કહ્યું હતું.

સ્વ.અહેમદભાઈ પટેલની સ્મરણાંજલિ સભામાં પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી, ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, ગ્યાસુદ્દીન સૈયદ સહિત અન્ય કોંગી અગ્રણીઓ સહિત ખૂબ વિશાળ સંખ્યામાં કોંગીજનો અને પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચમાં ઝડપાયેલાં દેહવ્યાપારના કૌભાંડમાં આરોપીઓના ૯ દિવસના રિમાન્ડ મંજુર

ProudOfGujarat

અંકલેશ્વર ના વિમલ પારસ ધર્મ સ્થાને પ્રવચન માળા…

ProudOfGujarat

આણંદના રેલવે સ્ટેશન પર પાટા ઓળંગતા કિશોરનું ટ્રેનની અડફેટે મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!