Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના ડો.હરેન્દ્રસિંહ સિંધાને સહારા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાયેલ સત્કાર સમારોહમાં માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરાઇ

Share

ભરૂચ શહેરની શ્રી બી.એચ. મોદી વિદ્યામંદિર, વેજલપુર, ભરૂચના આચાર્યશ્રી, શિક્ષણવિદ, સાહિત્યકાર અને ગુજરાત સરકાર દ્વારા શ્રેષ્ઠ આચાર્ય તરીકે સન્માનિત હરેન્દ્રસિંહ નટવરસિંહ સિંધાને કેન્દ્રીય વિશ્વ વિદ્યાલય, ભારત સરકારના ક્ષેત્રીય ડાયરેક્ટર, ડો. સુનિલકુમારના હસ્તે ગાંધીનગર ખાતે સહારા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાયેલ સત્કાર સમારોહમાં માનદ ડોક્ટરેટ પદવી એનાયત કરવામાં આવી હતી.

જેમાં અખંડ ભારત રાષ્ટ્રીવાદી સેવાદલના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવિણસિંહ સિંધાની ગાંધીનગરના જાણીતા સાહિત્યકાર ડો. ગુલાબચંદ પટેલની ઉપસ્થિતિમાં ૧૫ થી વધુ વિવિધ ક્ષેત્રોના સેવા કાર્ય સાથે જોડાયેલા વ્યક્તિઓને સેવા રત્ન એવોર્ડ અને માનદ ડોક્ટરેટ પદવીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Advertisement

Share

Related posts

વિડીયોકોન કંપનીમાં રૂ-૬૫૦૦૦ ની મતા ઉપરાંત ની ચોરી થઇ

ProudOfGujarat

અંકલેશ્વર નેશનલ હાઈવે પર આવેલ ચટપટા હોટલ પાછળ મહિલાએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી …

ProudOfGujarat

ચાઇનીઝ બનાવટના તુક્કલ તથા દોરીના ઉત્પાદન/વેચાણ/ઉપયોગ કરવા પર પ્રતિબંધ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!