Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં પ્રાચીન નિલકંઠ મહાદેવની ભવ્ય પાલખી શોભાયાત્રા નીકળી.

Share

શ્રાવણ માસના અંતિમ દિવસો નિમિત્તે ભરૂચના સેવાશ્રમ રોડ સ્થિત પૌરાણીક નિલકંઠ મહાદેવની પરંપરાગત પાલખી શોભાયાત્રા નીકળી હતી.

શ્રાવણના અંતિમ દિવસોના સમય દરમિયાન ધાર્મિક ઉત્સવોની શ્રદ્ધાભેર ઉજવણી થઈ રહી છે ત્યારે ભરૂચના અતિ પૌરાણિક નિલકંઠ મહાદેવની પાલખી શોભાયાત્રા શ્રાવણ વદ, ચૌદસના રોજ શ્રી નિલકંઠ મહાદેવ મંદિરથી નીકળી હતી જેમાં ફરસરામી દરજી સમાજના ટ્રસ્ટી મંડળના સભ્યો સહિત પરિવારજનો બમ બમ ભોલેના નાદ સાથે જોડાયા હતા.

પાલખી શોભાયાત્રા રિલાયન્સ મોલ પાસેથી, કલામંદિર જવેલર્સ થઇને નિલકંઠ નગરથી સિદ્ધનાથ મહાદેવ મંદિરે જઇ ત્યાં ભજન, ધૂન આરતી કરીને ફરી શ્રી નિલકંઠ મહાદેવજીના સાનિધ્યમાં મંદિરના પ્રાંગણમાં પહોંચી હતી. જ્યાં એકલિંગજી મહાદેવના પંકજભાઈ પંડ્યાના હસ્તે “સંધ્યા આરતી” સાથે પાલખી શોભાયાત્રાનું સમાપન થયું હતું.

Advertisement

Share

Related posts

ઝઘડિયા : વણાકપોરની યુવતીને દહેજ માટે ત્રાસ અપાતા પરિવારનાં આઠ ઇસમો વિરુદ્ધ ફરિયાદ.

ProudOfGujarat

રાજકોટમાં ચેટીચાંદ નિમિત્તે સિંધી સમાજની ભવ્ય બાઇક રેલી યોજાશે.

ProudOfGujarat

નર્મદા જિલ્લાનું ખડકદા ગામ સીલ કરી ગામમાં આરોગ્ય વિભાગ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!