Proud of Gujarat
FeaturedGujaratINDIA

જંબુસર ખાતે આંગડિયા પેઢીના કર્મચારીને છરાની અણીએ લૂંટનારા ત્રણ લૂંટારુ ગણતરીના કલાકોમાં ઝડપાયા, બે લૂંટારુ સરનાર ગામના તો અન્ય એક સુરતનો નીકળ્યો

Share

ભરૂચ જિલ્લાના જંબુસર પંથકમાં ગતરોજ ધોળે દિવસે એચ. રમેશચંદ્ર આગડિયા પેઢીના કર્મચારીને ચપ્પુની અણીએ પલ્સર મોટર સાયકલ લઈ આવેલ ત્રણ જેટલાં ઈસમોએ 11 લાખ ઉપરાંતની લૂંટ ચલાવી ફરાર થયા હતા, જે બાદ જિલ્લા પોલીસની વિવિધ ટિમોએ મામલાની ગંભીરતા જોઈ ઠેર ઠેર નાકાબંધી કરી હતી.

ભરૂચ ક્રાઇમ બ્રાંચના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા દરમ્યાન મળેલ બાતમીના આધારે ભરૂચ તાલુકાના કાસદ ગામથી થામ ગામ તરફ નહેરવાળા રસ્તા ઉપર લૂંટારુઓ પસાર થઈ રહ્યા છે તે જ દરમ્યાન પોલીસે ત્રણેવ લૂંટારુઓને જોઈ જતા તેઓ પલ્સર મોટર સાયકલ મૂકી આસપાસના ખેતરોમાં નાસી ગયા હતા, અને ઝાડી ઝાખરામાં છુપાઈ ગયા હતા.

Advertisement

પોલીસ વિભાગની અલગ અલગ ટિમોએ ખેતરોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું તે જ દરમ્યાન પ્રથમ એક લૂંટારુ તેમજ બાદમાં અન્ય બે લૂંટારુ મળી આમ ત્રણેવ લૂંટારુઓને પોલીસે ઝડપી પાડયા હતા, પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે ત્રણેવ લૂંટારુઓએ આંગડિયા પેઢીના કર્મચારીની રેકી કરી હતી અને વડોદરા સુધી લૂંટનો પ્લાન ઘડ્યો હતો પરંતુ પબ્લિક વધુ હોવાથી તેઓએ પ્રથમ નિષ્ફળ નીવડ્યા હતા અને બાદમાં તેઓએ જંબુસરમાં જ લૂંટને અંજામ આપ્યો હતો.

ભરૂચ ક્રાઇમ બ્રાંચ દ્વારા મામલે (1) યામીન અલ્તાફ ગુલામ પટેલ રહે, સરનાર નવી નગરી, ભરૂચ (2) સાહીલ જોસેફ ઉર્ફે ઇસ્માઇલ પટેલ રહે, સરનાર દુકાન ફળિયું ભરૂચ સહિત (3) મુસ્તફા ઉર્ફ હમજા ઉર્ફ મસ્તાક સલીમ શેખ રહે, કોસાડ, સુરત નાઓની ધરપકડ કરી તેઓ પાસેથી લૂંટમાં ગયેલ સોનાના ઘરેણાં સહિત છરો, મોટર સાયકલ મળી કુલ 13,59,250 નો મુદ્દામાલ કબ્જે કરી સમગ્ર મામલે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.


Share

Related posts

સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણનુ કાઉન ડાઉન શરૂ……

ProudOfGujarat

ભરૂચ જીલ્લા ફ્રુડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ આખરે અંક્લેશ્વરમાં સક્રિય….

ProudOfGujarat

નેત્રંગ : વધુ ત્રણ દુકાનદારો વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો અને ત્રણ બાઇકોને ડિટેઇન કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!