Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાગરા તાલુકાના ઓચ્છણ ગામે આવેલ આંગણવાડીમાં અજાણ્યો ઈસમ આવતાં ખળભળાટ

Share

વાગરા તાલુકાના ઓચ્છણ ગામે આવેલ આંગણવાડીમાં આજરોજ સવારે ૧૦:૩૦ વાગ્યાના અરસામાં એક નબીરો પોતે આમોદ મામલતદાર કચેરીમાંથી વિઝિટ કરવા માટે આવ્યો છું કહી બળજબરી પૂર્વક સ્કૂલના પટાંગણમાં આવેલ આંગણવાડીમાં ઘૂસી આવ્યો હતો. અને બળજબરીથી બાળકોની ગણતરી કરવા લાગ્યો હતો. બનાવ અંગે આંગણવાડી કાર્યકરે વાગરા પોલીસ મથકમાં ફરિયાદ આપી કાર્યવાહીની માંગ કરી છે.

પ્રાપ્ત થતી માહિતી અનુસાર આજરોજ વાગરા તાલુકાના ઓચ્છણ ગામ ખાતે પ્રાથમિક મિશ્ર શાળાના કેમ્પસમાં કાર્યરત આંગણવાડી કેન્દ્રમાં એક અજાણ્યો ઇસમ ઘૂસી આવ્યો હતો. પોતે આમોદ મામલતદારમાંથી વિઝીટ માટે આવ્યો છું કહી બાળકોની સંખ્યા પૂછવા લાગ્યો હતો. અંગણવાડીમાં ફરજ પર હાજર અંગણવાડી કાર્યકર સમીમ આસીફ પટેલ જેઓએ ઇસમ પાસે પોતાનું ઓળખ કાર્ડ માંગ્યું તો ગાડીમાં છે તેમ જણાવતા ફરજ પરના મહિલા કાર્યકરે તેને માહિતી આપી ન હતી. તેવામાં આમોદ મામલતદારમાંથી આવું છું તેમ કહેનાર ઇસમ બળજબરીથી બાળકોની સંખ્યા કરવા લાગ્યો હતો. જેથી તેના ઉપર શંકા જતા આંગણવાડી કાર્યકર તેને પકડવા જતા તે ભાગવાની કોસીસ કરતો હતો. જેને લઈ મહિલા કાર્યકરે ગ્રામજનોને બૂમ પાડતા ગ્રામજનોએ તેને પકડી રાખ્યો હતો અને ઓચ્છણ ગામમાં રહેતા અને જી.આર. ડી તરીકે વાગરા પોલીસ મથકે ફરજ બજાવતા GRD જવાનને સોંપી વાગરા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે. વાગરા પોલીસે દર્શન કુમાર સુરેશ ભાઈ વસાવા રહે.દેનવા વિરુદ્ધ પ્રોહીબીસન એક્ટની કલમ ૬૬ (૧) બી ૮૫ (૧), (૩) મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે આમોદ મામલતદારમાંથી વિઝીટ માટે આવું છું કહી બળજબરીપૂર્વક અંગણવાડીમાં ઘૂસી જઈ બાળકોની સંખ્યા કરનાર નબીરા સામે વાગરા પોલીસે માત્ર પ્રોહીબીસન એક્ટ હેઠળ જ ગુનો નોંધતા તરેહ તરેહની ચર્ચાઓ વહેતી થઈ છે. ખોટી ઓળખ આપી બળજબરી પૂર્વક આંગણવાડીમાં ઘૂસી તમાશો કરનાર દર્શનકુમાર સુરેશભાઈ વસાવા ૧૫-૨૦ દિવસ પહેલા આમોદ પોલીસ સ્ટેશનમાં પણ પીધેલી હાલતમાં ઝડપાયો હોવાનો ગુનો પણ નોંધાયો હતો. નોંધનીય બાબત એ છે કે ઓચ્છણ ગામે આવેલ પ્રાથમિક મિશ્રશાળામાં અંદાજીત ૧૫૦ થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા રહ્યા છે. સ્કૂલના પ્રાંગણમાં જ અંગણવાડી કેન્દ્ર પણ આવેલી છે. જો આ વ્યક્તિ દ્વારા કોઈ મોટા ગુનાને અંજામ આપ્યો હોત તો જવાબદાર કોણ.? જેવી લોકચર્ચાએ ભારે જોર પકડ્યું છે. જોકે હાલ તો વાગરા પોલીસે માત્ર પ્રોહીબીસન એક્ટ હેઠળ ગુનો નોંધતા અનેક તર્ક વિતર્ક ઉદ્દભવી રહ્યા છે.


Share

Related posts

અંકલેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વિવિધ પ્રાથમિક શાળાઓનો વાર્ષિકોત્સવ યોજાયો.

ProudOfGujarat

લુણાવાડા તાલુકાના સિંગન્લીના જંગલોમાંથી વાઘનો મૃતદેહ મળી અનેક તર્કવિર્તક…

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં ટી.બી. રોગના દર્દીની તપાસ માટે પાંચ ટ્રુનાટ મશીનની સુવિધા ઉપલબ્ધ કરાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!