Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાગરાના સાયખા જીઆઈડીસી માં આવેલ ધર્મજ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ

Share

ભરૂચ જિલ્લામાં ચાલુ વર્ષે આગ લાગવાની અનેકો ઘટનાઓ સામે આવી ચુકી છે, ખાસ કરી જિલ્લાના ઔધોગિક એક્મો વિસ્તારમાં આગ લાગવાની સતત ઘટનાઓ અવારનવાર સર્જાતી હોય છે,ત્યારે આજરોજ વધુ એક ઘટનાં વાગરા તાલુકાના ઔધોગિક વિસ્તારમાંથી સામે આવી હતી.

વાગરાના સાયખા જીઆઈડીસી વિસ્તારમાં આવેલ ધર્મજ કંપનીમાં આજે બપોરના સમયે કંપનીના પ્લાટમાં એકાએક અચાનક આગ ફાટી નીકળતા ભારે નાશભાગ મચી હતી, જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા મામલા અંગેની જાણ નજીકના ફાયર વિભાગમાં કરવામાં આવી હતી.

આગની જવાળાઓ વચ્ચે રહેલા કંપનીના કામદારોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા જે બાદ ફાયરના લાશકરો એ આગ ઉપર પાણીનો મારો ચલાવી તેને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા, હાલ આ આગ ક્યા કારણોસર લાગી છે તે બાબત સ્પષ્ટ થઈ નથી, જોકે આગના પગલે કંપનીમાં મોટી નુકશાનનું અનુમાન લગાવાઈ રહ્યું છે.

Advertisement

Share

Related posts

માંગરોળ : વાંકલ સરકારી વિજ્ઞાન કોલેજના પ્રાધ્યાપક હેમલ વણકરે પી.એચ.ડી. ની પદવી મેળવી કોલેજનું ગૌરવ વધાર્યું.

ProudOfGujarat

કરજણ તાલુકા સેવા સદન ખાતે ફરજ બજાવતા સર્કલ ઓફિસર અને ઓપરેટર લાંચ લેતા એસીબી ના હાથે ઝડપાયા.

ProudOfGujarat

મોરબીના હરીપર ગામે પેટા કેનાલમાં પડી જતા યુવાન સહીત બે ના મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!