Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા દેવી-દેવતાના ફોટોવાળા ફટાકડા પર પ્રતિબંધ મૂકવા તંત્રને રજૂઆત.

Share

દિવાળી પર્વે બજારમાં હિન્દુ દેવી-દેવતાઓના નામ અને ફોટાવાળા ફટકાડાના મોટાપાયે થઈ રહેલા વેચાણ સામે હિન્દુ સંગઠનોમાં રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે ભરૂચ શહેર ખાતે એકતા એજ લક્ષ્ય સંગઠન સહિત પ્રબુધ્ધ હિન્દુ સંગઠનોએ આ મામલે વિરોધ દર્શાવ્યો હતો.

સમગ્ર દેશ સાથે રાજ્યમાં છેલ્લા ઘણા વર્ષોથી દિવાળીના પર્વ નિમિત્તે બજારમાં વહેચાતા ફટાકડાઓમાં હિન્દુ દેવી-દેવતાઓના નામથી અને ફોટાવાળા ફટકાડાનું મોટાપાયે વેચાણ ચાલી રહ્યું છે. જેના કારણે હિન્દુ સમાજની લાગણી દુભાઈ રહી છે, ત્યારે ભરૂચ શહેર ખાતે એકતા એજ લક્ષ્ય સંગઠન સહિત પ્રબુધ્ધ હિન્દુ સંગઠનો દ્વારા આ મામલે વહીવટી તંત્રને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. દેવી દેવતાના ફોટોવાળા ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મુકવા બાબતે એકતા એજ લક્ષ્ય સંગઠનના સભ્યો દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

સુરતમાં નાગરિકતા કાયદાના વિરોધમાં હિંસા ન થાય તેથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો અને ફલેગ માર્ચ કરવામાં આવી.

ProudOfGujarat

વાગરા મામલતદાર કચેરી ખાતે નવીન જનસેવા કેન્દ્રનું લોકાર્પણ કરી શુભારંભ કરાયો

ProudOfGujarat

મહાત્માગાંધીની 150 મી જન્મ જયંતિ નિમિત્તે ગુજરાતની વિવિધ જેલમાંથી 158 કેદીઓને મુક્ત કરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!