Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના શુકલતીર્થના ભાતીગળ મેળામાં વાવાઝોડા અને વરસાદમાં બેટ ઉપર ફસાયેલા 25 લોકોનું કરાયુ રેસ્ક્યુ

Share

વાવાઝોડા સાથે કમોસમી વરસાદના કારણે 25 લોકો શુક્લતીર્થના ભાતીગળ મેળામાં ફસાઈ જતા રેસ્ક્યુ કરાયા હતા. મેળામાં મ્હાલવા શુકલતીર્થ બેટ પર અંદાજિત ૨૪૦ જેટલા લોકો તંબુ બાંધી રહ્યા હતા. વાતાવરણમાં અચાનક પલટો થવાને કારણે ભારે વરસાદ અને પવનને લોકોમાં ભય ફેલાયો હતો.

ભરૂચ વાવાઝોડા સાથે કમોસમી વરસાદના કારણે 25 લોકો શુક્લતીર્થના ભાતીગળ મેળામાં ફસાઈ જતા રેસ્ક્યુ કરાયા હતા. મેળામાં મ્હાલવા શુકલતીર્થ બેટ પર અંદાજિત ૨૪૦ જેટલા લોકો તંબુ બાંધી રહ્યા હતા. વાતાવરણમાં અચાનક પલટો થવાને કારણે ભારે વરસાદ અને પવનને લોકોમાં ભય ફેલાયો હતો.

ધારાસભ્ય અરૂણસિંહ રાણાને મદદ માટે લોકો કોલ કરતા ફાયર બ્રિગેડ રવાના કરાયું હતું. ભરૂચ ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક બોટ મારફતે 25 જેટલા લોકોને ત્યાંથી સ્થળાંતર કરાવ્યું હતું આ લોકો બેટ ઉપર તંબુ બાંધી રહ્યા હતા. ૫ દિવસનાં મેળા દરમિયાન તંબુ બાંધી ઘણા લોકો ત્યાં રહે છે. અચાનક વાવાઝોડું અને વરસાદ આવતા લોકોમાં ભય ફેલાયો હતો.

Advertisement

તંબુની આસપાસ પાણી ભરવા લાગતા તંત્ર પાસે મદદ માંગવામાં આવી હતી. પોલીસ સબ ઇન્સ્પેકટર કિરણ ચૌધરીએ ટિમ સાથે નગરપાલિકાની મદદથી રેસ્ક્યુ કરી ફસાયેલા ૨૫ લોકોને સલામત કિનારે ખસેડ્યા હતા.


Share

Related posts

માંગરોળમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય મેળો યોજાયો.

ProudOfGujarat

રાજપીપળા બ્રહ્માકુમારીના બહેનો દ્વારા જિલ્લા 285 જેટલા ભાઈઓને રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરી

ProudOfGujarat

વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં ખાનગી બસમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!