Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

હાંસોટ પોલીસ સ્ટેશન ખાતે બંદૂક જમા કરાવવા આવેલ ખડુતો ની બંદૂક માંથી ગોળીઓ છૂટતા બે વ્યક્તિ ઈજાગ્રસ્ત

Share

હાંસોટ પોલીસ સ્ટેશન ખાતે બંદૂક જમા કરાવવા આવેલ ખડુતો ની બંદૂક માંથી ગોળીઓ છૂટતા બે વ્યક્તિ ઈજાગ્રસ્ત
ભરૂચના હાંસોટ પોલીસ મથકમાં ચૂંટણીની આચારસહિતાના પગલે બંદૂક જમા કરાવવા આવેલ બે ખેડૂતો ગોળી કાઢવા જતાં ફાયરિંગ થતાં બંનેને ઇજાઓ પહોંચી હતી. ચૂંટણી પંચે 16મી માર્ચના રોજ લોક સભા અને વિધાનસભા exની ચૂંટણીની તારીખો જાહેર કરી હતી.ચૂંટણીની જાહેરાત થતાં જ સમગ્ર દેશમાં આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે.ત્યારે ગુજરાત સહિત ભરુચ જીલ્લામાં પરવાના ધરાવનાર હથિયારો જેતે પોલીસ મથકમાં જમા કરાવવાનું હૉય છે.ત્યારે હાંસોટ ખાતે રહેતા અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલ કલ્પેશ શેઠ અને દેવેન્દ્ર પટેલ હાંસોટ પોલીસ મથકે પોતાના હથિયારો જમા કરાવવા ગયા હતા તે દરમિયાન બંદુકમાંથી ગોળી કાઢવા જતાં જ અચાનક ફાયરિંગ થઈ ગયું હતું જે ઘટનામાં બંને ખેડૂતોને ગોળી વાગી જતાં તેઓને ઇજાઓ પહોંચી હતી ઇજાઓને પગલે બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે પ્રથમ હાંસોટની કાકાબા હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે સુરત ખાતે ખસેડવામાં આવ્યા હતા.ઘટનાને પગલે હાંસોટ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

Advertisement

Share

Related posts

ભરૂચ : નકલી પોલીસ બની દંડ વસૂલાત કરતાં એક શખ્સને ઝડપી પાડતી સી ડિવિઝન પોલીસ.

ProudOfGujarat

નર્મદા તટે પંચકોશી નર્મદા પરિક્રમા માટે સુવિધાઓ વધારવા નર્મદા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઇ.

ProudOfGujarat

ભરૂચ:શ્રી ગટ્ટુ વિદ્યાલયના વિદ્યાર્થીએ નેશનલ લેવલે ગોલ્ડ મેડલ જીત્યો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!