Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

નેત્રંગ ખાતે મકાન ના બાથરૂમ ના સંતાડેલ વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા બુટલેગર ને ઝડપી પાડતી પોલીસ

Share

નેત્રંગ ખાતે મકાન ના બાથરૂમ ના સંતાડેલ વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા બુટલેગર ને ઝડપી પાડતી પોલીસ

ભરૂચ જિલ્લા માં નશાનો વેપલો ધમધમાવતા તત્વો સામે પોલીસ વિભાગ સતત એક્શન લઈ રહ્યું છે, જિલ્લા માં ઠેક ઠેકાણે પોલીસ વિભાગ દ્વારા નશાનો વેપલો કરતા તત્વો ને ઝડપી પાડી તેઓને કાયદાના પાઠ ભણાવી રહ્યા છે,, તેવામાં નેત્રંગ પોલીસ ને વધુ એક સફળતા હાસિલ થઈ હતી,

Advertisement

નેત્રંગ પોલીસ મથક ના કર્મીઓ પેટ્રોલિંગ માં હતા દરમ્યાન મળેલ બાતમીના આધારે દામલા કંપની પાસે રહેતી મહિલા બુટલેગર ગીતા બેન સતિષભાઈ વસાવા ના ઘરે પોલીસે દરોડા પાડ્યા હતા,

પોલીસ ના દરોડા દરમ્યાન મકાન માં રહેલ બાથરૂમ માંથી ભારતીય બનાવટ ની વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો તેમજ મકાન ના વાડા માં પાર્ક કરેલ એક્ટિવા મોપેડ ની ડિક્કી માંથી પણ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી,

નેત્રંગ પોલીસે મામલે ભારતીય બનાવટ ના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડ ની નાની મોટી કુલ 291 નંગ બોટલો સહિત એક્ટિવા મોપેડ મળી કુલ 1,22,678 નો મુદ્દામાલ નો કબ્જો મેળવી મામલે મહિલા બુટલેગર ગીતા વસાવા ની ધરપકડ કરી તેની સામે કાયદેસર ની કાર્યવાહી હાથધરી હતી


Share

Related posts

ભરૂચ ને. હા. 48 પર મુલદ ટોલ ટેક્ષથી સરદાર બ્રિજ સુધી વાહનોની લાંબી કતારો : વાહનચાલકોમાં રોષનો માહોલ.

ProudOfGujarat

રાજપીપલા : “સુશાસન સપ્તાહ ઉજવણી” ના ભાગરૂપે લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ અને સગર્ભા માતાઓને પોષણ કિટનું કરાયું વિતરણ.

ProudOfGujarat

અંકલેશ્વર વકીલ મંડળની ચૂંટણી યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!