Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

કરજણના જુના બજારમાં હેર કટીંગ સલૂન અને દરજીની દુકાનમાં આગ ભભુકી ઉઠતા અફરાતફરી મચી

Share

કરજણના જુના બજારમાં હેર કટીંગ સલૂન અને દરજીની દુકાનમાં આગ ભભુકી ઉઠતા અફરાતફરી મચી જવા પામી હતી, ફાયર બ્રિગેડ દ્વારા લાગેલી આગ પર કાબુ મેળવાયો હતો…

વડોદરા જિલ્લાના કરજણ નગરના જુના બજારમાં વિવેકાનંદ તળાવ પાસે આવેલી હેર કટિંગ સલૂન અને દરજીની દુકાનમાં મોડી રાત્રે ૧:૪૫ ના સમયે આગ ભભુકી ઉઠતા અફરાતફરી સાથે ભારે દોડધામ મચી જવા પામી હતી. આગના પગલે કાળા ધુમાડાના ગોટેગોટા આકાશમાં ચડતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર મોડી રાત્રે હેર કટિંગ સલૂન અને દરજીની દુકાનમાં આગ ભભુકી ઉઠી હતી. આગ લાગ્યાની જાણ કરજણ ફાયર વિભાગને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી લાઈટ કનેક્શન દૂર કરી આગ પર કાબૂ મેળવ્યો હતો. ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું. આગમાં બન્ને દુકાનોને કેટલું નુકસાન થયું તે જાણવા મળ્યું નથી. સદનસીબે કોઈ જાનહાનિ ન થતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો…

Advertisement

:- યાકુબ પટેલ..કરજણ…


Share

Related posts

માંગરોળ તાલુકા વાંકલ ખાતે એક વાંદરો વિજડીપી ના તાર સાથે ચોંટી જતા સ્થળ પર મૃત્યુ પામ્યો.

ProudOfGujarat

કેવડિયા ખાતે વાહન ચેકીંગ દરમ્યાન પ્રવાસી અને પોલીસે વચ્ચે તું તું મેં મેં

ProudOfGujarat

ભરૂચ : અમલેશ્વર ગામમાં ઘરમાં ચોરો ધુસી 1,50,000 ઉપરાંતનો મુદ્દામાલ ચોરી કરી પલાયન થઈ ગયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!