Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

બે ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો..જાણો ક્યાં ?

Share

કરજણ : બે ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો
..
એક ટેન્કરમાં લાગી આગ ..આગ લાગતા અન્ય વાહન ચાલકો થયા ભયભીત…

વડોદરા જિલ્લાના કરજણ નજીક માંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૪૮ પર બે ટેન્કર વચ્ચે અકસ્માત થતા એક ટેન્કરમાં આગ ભભુકી ઉઠતા અફરાતફરી મચી જવા પામી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર મોડી સાંજે ૭:૩૦ વાગ્યા આસપાસ કરજણ પાસેથી પસાર થતા ને.હા. નં. ૪૮ પર મારુતિ સુઝુકીના શો-રૂમ સામે કંડારી ગામ પાસે પાણી ભરેલ ટેન્કર સાથે ડીઝલનું ખાલી ટેન્કર કોઇ અગમ્ય કારણોસર અથડાતાં ડીઝલના ખાલી ટેન્કરમાં આગ ભભુકી ઉઠી હતી. આગના પગલે ધુમાડાના ગોટેગોટા આકાશમાં ચડતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. આગની જાણ  કરજણ ફાયર વિભાગને થતા ફાયર વિભાગના કર્મીઓએ તાત્કાલિક ધોરણે સ્થળ પર પહોંચી સતત આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.  આગ એટલી વિકરાળ હતી કે ટેન્કર સળગીને રાખ થઈ ગયું હતું. ફાયર કર્મીઓએ સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ ન સર્જાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.પરંતુ લાગેલી આગમાં ટેન્કરને મોટા પ્રમાણમાં નુક્સાન થવા પામ્યું હતું…

Advertisement

Share

Related posts

છોટાઉદેપુર જિલ્લામાં રમઝાન ઇદના પર્વની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

માંગરોળ : ડુંગરી ગામની કિશોરીને પાણી ગરમ કરવાના હીટરથી કરંટ લાગતા કરૂણ મોત નિપજયું.

ProudOfGujarat

રાજપીપળા માં ઘર કામ કરી ગુજરાન ચલાવતી વૃદ્ધ મહિલાનો પુત્ર પણ વિકલાંગ હોય તંત્ર મદદ કરે તેવી આશા 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!