Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકાના દમલાઇ ગામે ઘરની પાછળના રૂમમાં સંતાડી રાખેલ ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો.

Share

ઝઘડિયા તાલુકાના દમલાઇ ગામે ઘરની પાછળના રૂમમાં સંતાડી રાખેલ ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો..*

પોલીસે કુલ રૂપિયા ૧૨૬૦૦ નો મુદ્દામાલ કબજે લઇને ઘરે હાજર નહિ મળેલ ઇસમ વિરૂધ્ધ ગુનો નોંધ્યો*

Advertisement

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના દમલાઇ ગામે એક ઘરના પાછળના ભાગે આવેલ રૂમમાંથી પોલીસે રૂપિયા ૧૨૬૦૦ ની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. આ અંગે ઝઘડિયા પોલીસ મથકમાંથી મળતી વિગતો અનુસાર ગતરોજ તા.૧૯ મીના રોજ પોલીસને બાતમી મળી હતી કે ઝઘડિયા તાલુકાના દમલાઇ ગામે રહેતો ભાવેશ ભીખાભાઇ વસાવા ભારતીય બનાવટનો વિદેશી દારૂ લાવેલ છે. પોલીસે મળેલ બાતમીના આધારે બાતમી મુજબના સ્થળે જઇને ઘરમાં તપાસ કરતા ઘરના પાછળના રૂમમાં બે મીણીયા કોથળા મળી આવ્યા હતા,અને તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો તથા પ્લાસ્ટિક ક્વાર્ટરો મળી આવ્યા હતા.*

પોલીસે ઘટના સ્થળેથી મળેલ આ ભારતીય બનાવટના વિદેશી દારૂનો કુલ રૂપિયા ૧૨૬૦૦ નો મુદ્દામાલ કબજે લઇને તપાસ દરમિયાન ઘરે હાજર નહિ મળેલ ભાવેશ ભીખાભાઈ વસાવા રહે.ડમલાઇ તા.ઝઘડિયા જિ.ભરૂચના વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.*

*પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા*


Share

Related posts

સુરત : લસકાણા પ્રાથમિક શાળા ખાતે પ્રાથમિક શિક્ષકોની નવી ભરતીના શિક્ષકોના સ્થળ પસંદગી કેમ્પ યોજાયો.

ProudOfGujarat

5 જુલાઈ સુધી તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી

ProudOfGujarat

વડોદરાના વડુ ગામમાં ઓટો રિક્ષાના એન્જિનમાં છૂપાવીને લવાતો ગાંજો ઝડપાયો 3 ઇસમોની ધરપકડ, એક ફરાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!