Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં અંકલેશ્વર તાલુકામાં સૌથી વધુ ૮૧ મિ.મિ વરસાદ નોંધાયો

Share

*ભરૂચ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં અંકલેશ્વર તાલુકામાં સૌથી વધુ ૮૧ મિ.મિ વરસાદ નોંધાયો*

*ચાલુ વર્ષ દરમિયાન નેત્રંગ તાલુકામાં સિઝનનો સૌથી વધુ ૭૦ મિ.મિ, અને જબુંસર તાલુકામાં સૌથી ઓછો ૧૭૧ મિ.મિ નોંધાયો*

Advertisement

ભરૂચ – મંગળવાર :- ભરૂચ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ રૂમ તરફથી પ્રાપ્ત અહેવાલ મુજબ તા. ૨૩ લી જુલાઈ, ૨૦૨૪ને મંગળવારના રોજ સવારના ૬=૦૦ કલાકે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન જિલ્લામાં સરેરાશ ૪૦.૬૭ મિ.મિ વરસાદ નોંધાયો છે.

છેલ્લા ૨૪ કલાક દરમિયાન વરસાદના આંક જોઈએ તો, ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં ૭૬ મિ.મિ,ભરૂચ તાલુકામાં ૩૯ વરસાદ નોંધાયો છે. જ્યારે હાંસોટ ૩૬ મિ.મિ ઝઘડિયા તાલુકામાં- ૩૯ મિ.મિ. અંકલેશ્વર તાલુકામાં ૮૧.નેત્રંગ તાલુકામાં ૩૬ મિ.મિ વાગરા તાલુકામાં ૧૯ મિ.મિ, જબુંસર ૧૬ મિ.મિ, આમોદ ૨૪ મિ.મિ, મળી ભરૂચ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કુલ – ૪૦.૬૭ મિ. મિ વરસાદ નોંધાયો છે.

ભરૂચ જિલ્લાના તાલુકામાં આ મોસમનો કુલ વરસાદની પરિસ્થિતિ જોઈએ તો ભરૂચ જિલ્લામાં સૌથી વધુ વરસાદ નેત્રંગ તાલુકામાં ૭૭૦ મિ. મિ નોંધાયો છે, જયારે જબુંસર તાલુકામાં સૌથી ઓછો ૧૭૧ મિ.મિ. વરસાદ અને ભરૂચ જિલ્લામાં કુલ વરસાદ ૪૦૭.૨૨ મિ.મિ નોંધાયો હોવાના અહેવાલ ભરૂચ જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.


Share

Related posts

અંકલેશ્વરની નિરાંતનગર સોસાયટી ખાતે આવેલ શિવ શક્તિ મંદિરમાં શીતળા સાતમની પૂજા અર્ચના કરાઈ.

ProudOfGujarat

સુરેન્દ્રનગર નગરપાલીકા દ્વારા શહેરમાં ખુલ્લામાં રહેતા લોકોને સેલ્ટર હોમમાં આશરો આપવા કવાયત હાથ ધરાઈ

ProudOfGujarat

પાનકાર્ડ અને આધારકાર્ડ લિંક કરવાની છેલ્લી તારીખ 30 જૂન, 2023 સુધી લંબાવાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!