Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જિલ્લાનાં હવામાનમાં ઠંડીની શરૂઆત …

Share

પરંતુ બપોરના સમયે ગરમીનો માહૌલ યથાવત…

વાઈરલ ઈન્ફેક્શનના દર્દીઓની વધતી જતી સંખ્યા …

Advertisement

ભરૂચ જિલ્લામાં ધીમે પગલે ઠંડીની શરૂઆત થઈ છે ત્યારે વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનુ વાતાવરણ છવાઈ જાય છે. પરંતુ બપોરના સમયે હજી પણ ગરમી યથાવત છે આમ વહેલી સવારે ઠંડી અને બપોરના સમયે ગરમી અને ત્યાર બાદ વળી પાછુ રાત્રીના સમયે ઠંડીનુ વાતાવરણ છવાઈ જતા ભરૂચ જિલ્લામાં બેવડી ઋતુનો માહૌલ જણાય રહ્યો છે. જેની વિપરીત અસર ભરૂચના રહિશો પર સ્પષ્ટ પણે જણાઈ રહી છે. ભરૂચના જાણીતા તબીબોના જણાવ્યા અનુસાર હાલ વાઈરલ ઇન્ફેકશનથી પિડાતા દર્દીઓ વ્ધુ જણાઇ રહ્યા છે જેમા શર્દી- ખાસી અને તાવ જેવી બિમારીથી લોકો રીબાય રહ્યા છે આવનાર દિવસોમાં ઠંડીનુ પ્રમાણ વધે તેવી સંભાવના છે તેમ છતા બપોરના સમયે ગરમી ઓછી થશે કે કેમ એ અંગે કોઈ આગાહી થઈ શકે એમ નથી.


Share

Related posts

વિશ્વ મહિલા દિવસ નિમિત્તે અંકલેશ્વરની અગ્રણી અને આદરણીય મહિલાઓના મંતવ્ય

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં કોવિડ-૧૯ નું રસીકરણનું મહાઝૂંબેશ યોજાયું.

ProudOfGujarat

નવા આર.ટી.ઓ ના નિયમ વિરુદ્ધ આવેદન અપાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!