Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચમાં સ્ટેશન રોડ પર હોટલ માલિકની મોટરસાયકલ ગઠિયા ઉઠાવી ગયા

Share

ભરૂચમાં સ્ટેશન રોડ પર હોટલ માલિકની મોટરસાયકલ ગઠિયા ઉઠાવી ગયા

ભરૂચમાં અવારનવાર બાઈક ચોરીના બનાવો નોંધાતા રહે છે , તાજેતરમાં ભરૂચની એક હોટલના માલિક રાત્રીના સમયે ઊંઘતા હોય તે સમયે ચોર ગઠીયા આવી બજાજ કંપનીની pulsar મોટરસાયકલ ચોરી ગયા ની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાય છે.

Advertisement

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચમાં સ્ટેશન રોડ પર સરોવર હોટલ ચલાવતા ગજેન્દ્રસિંહ સુરેન્દ્રસિંહ જાતે રાજપુરોહિત ઉંમર વર્ષ 32 ધંધો વેપાર પૃથ્વી ટ્રેડ સેન્ટરની સામે, રૂંગટા સ્કૂલની સામે ભરૂચમાં સરોવર નામની હોટલ ચલાવતા હોય તેઓ પોતાના પિતા સાથે રહી અહીં વ્યાપાર કરતા હોય તેઓ રાત્રિના સમયે હોટલ પર આવી પોતાની બજાજ કંપનીની પલ્સર સીસી ગાડી નંબર GJ-16-BF-3257 પાર્ક કરી ઊંઘી ગયેલ હોય સવારે ઊઠતા દૂધ લેવા જતા હોટલના પાછળના ભાગમાં રાખેલ બજાજ કંપનીની પલ્સર જોવા ન મળતા તેમના દ્વારા આસપાસના વિસ્તારમાં પૂછપરછ કરી બાઈક શોધવાના પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા હતા , પરંતુ તેમની બાઈક મળી આવેલ ન હોય આથી તેમના દ્વારા બજાજ કંપનીની pulsar કિંમત રૂપિયા 20,000 ની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવેલ છે.


Share

Related posts

સુરત : અડાજણ પોલીસે મથુરા નગરી સોસાયટીમાં રેડ કરીને દારૂનો જથ્થો ઝડપી પાડયો.

ProudOfGujarat

કલર યલો અને ભાનુશાલી સ્ટુડિયો લિમિટેડ. તેમની પહેલી સહયોગી ફિલ્મ, ‘તુ યા મૈં’ ને નષ્ટ કરો.

ProudOfGujarat

એસ.એલ.ડી હોમ્સ ખાતે ફૂલોથી હોળી તેમજ વિવિધ રંગબેરંગી કાર્યક્રમો યોજાતા હોળી ધુળેટીનું વાતાવરણ સર્જાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!