Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

કોલકાતામાં મહિલા તબીબ સાથે દુષ્કર્મ તથા મોતના વિરોધમાં જયેન્દ્રપુરી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા રેલી યોજાઇ

Share

કોલકાતામાં મહિલા તબીબ સાથે દુષ્કર્મ તથા મોતના વિરોધમાં જયેન્દ્રપુરી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા રેલી યોજાઇ

કોલકાતામાં બનેલી ઘટનાના પડઘા ભરૂચમાં પણ પડ્યા હતા ભરૂચની કોલેજોના વિદ્યાર્થીઓએ રેલી યોજી પીડિત તબીબને ન્યાય અપાવવા માટે મીડિયા સમક્ષ આક્રોશ વ્યક્ત કર્યો હતો.

Advertisement

તાજેતરમાં કોલકાતામાં બનેલી ઘટનામાં મહિલા તબિબ સાથે દુષ્કર્મ બાદ તેમનું મૃત્યુ નીપજાવવામાં આવ્યું હતું, જે બનાવ ના પડઘા ગુજરાતના ભરૂચ સુધી પડ્યા હતા. આજે ભરૂચમાં કોલેજ રોડ ખાતે આવેલ જયેન્દ્રપુરી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના વિદ્યાર્થી સંઘ દ્વારા પીડિતા પર બળાત્કાર અને મૃત્યુની બાબતને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવી હતી તેમજ મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં કોલેજના આચાર્ય ડો. એન. બી. પટેલ કોલેજના વિવિધ વિભાગના અધ્યાપકો અને બહોળા પ્રમાણમાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.


Share

Related posts

ભરૂચ સહિત વિવિધ જિલ્લામાં ઘરફોડ ચોરીઓ કરતી સિકલીગર ગેંગનાં ત્રણ જેટલા રીઢા આરોપીઓને ભરૂચ ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડયાં.

ProudOfGujarat

ભરૂચ : વાગરાનાં સુવા ગામ ખાતેથી 11 જુગારીઓને રંગે હાથ ઝડપી પાડતી દહેજ પોલીસ.

ProudOfGujarat

વડોદરા : નેશનલ ગેમ્સને લઈને તંત્રની તડામાર તૈયારીઓ, સમાં સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે તૈયારીઓને આખરી ઓપ અપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!