Proud of Gujarat
bharuchCultureFeaturedGENERAL NEWSGujaratINDIAMusicPhotographyTechnologyTop NewsTravelWomanWorld

દહેજ ખાનગી કંપનીના કર્મચારીનું અંગત અદાવતમાં મોત નીપજાવનાર પરપ્રાંતી શખ્સની અટકાયત કરતી દહેજ પોલીસ

Share

દહેજ ખાનગી કંપનીના કર્મચારીનું અંગત અદાવતમાં મોત નીપજાવનાર પરપ્રાંતી શખ્સની અટકાયત કરતી દહેજ પોલીસ

ભરૂચ જિલ્લાના દહેજમાં એક ખાનગી કંપનીમાં કામ કરનાર બે પર પ્રાંતીય શકશો વચ્ચે રૂમ પર આવવા જવા બાબતે ઝઘડો થતા બિહારના એક પરપ્રાંતીય શકશે તેના રૂમમાં રહેનાર વ્યક્તિ ને માથાના ભાગે ઇજા પહોંચાડી મોતને ઘાટ ઉતાર્યા નો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

Advertisement

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કુલદીપ હાઉસ ન્યુ વાડીયા ના રૂમમાં બે પર પ્રાંતિય સક્ષો રહેતા હતા જેઓ દહેજ બિરલા કોપર ખાનગી કંપનીમાં ક્રિષ્ના એન્જિનિયરિંગના કોન્ટ્રાક્ટમાં સાથે કામકાજ કરતા હતા, ટૂંક સમય પહેલા બંને પરપ્રાંતિય શકશો વચ્ચે રૂમ પર આવવા જવા બાબતે અંદરો અંદર બોલાચાલી તેમજ ઝઘડો થયો હોય જે બાદ આરોપી પરમેશ્વર રામ પ્રવેશ દયાળ નામના શકશે આ ઝઘડાનો મનમાં ખાર રાખી તેની રૂમમાં સાથે રહેતા મરણ જનાર રાકેશ સિંઘ રામેશ્વર સિંગ ને દડે રમવાના બેટ વડે માથાના ભાગે ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચાડી હોય, આથી મરણ જનાર રાકેશ સિંહ ને તેના કોન્ટ્રાક્ટના સુપરવાઇઝર તેમજ અન્ય સાથીદારો દ્વારા તાત્કાલિક ખાનગી વાહનમાં અપેક્ષ હોસ્પિટલ ભરૂચ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હોય ફરજ પરના તબીબો એ તેમની તપાસ કરતાં રાકેશ સિંહ ને મૃત જાહેર કર્યા હોય, સમગ્ર બનાવ બાદ આરોપી પરપ્રાંતિય. સક્ષ પરમેશ્વર બનાવ સ્થળેથી નસી છૂટ્યો હોય, ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ની સૂચના અનુસાર વિવિધ પોલીસ ટુકડીઓ બનાવી આરોપીના સગડ મેળવવા પોલીસ કાફલો આરોપીના સગડ મેળવવા પ્રયત્નશીલ હોય આથી પોલીસે વિવિધ જગ્યાઓ પર પેટ્રોલિંગ કામગીરી હાથ ધરેલ હોય જે દરમિયાન દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનતા વર્ષો થયેલા ગુનાઓને શોધી કાઢવા માટે પીઆઇ એચપી ઝાલા અને સર્વેલન સ્ટાફની અલગ અલગ ટીમો સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સી દ્વારા આરોપીના સગડ મેળવવા માટે કામગીરી કરી રહી હોય તે દરમિયાન એચડી ઝાલાને અંગત બાદમીદાર દ્વારા બાતમી મળેલ કે ખાનગી કંપનીના ખૂનના ગુનામાં ચંડોવાયેલ આરોપી પરમેશ્વર. દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગામ નજીક આવેલ ટ્રક પાર્કિંગની આસપાસના વિસ્તારમાં સંતાયેલ હોય જે ચોક્કસ બાતમીના આધારે પોલીસે તલાસી લેતા આરોપી ની દહેજ પોલીસ સ્ટેશન પર લાવી પૂછતાછ કરતા મરણ જનાર રમેશસિંઘનું બોલા ચાલી થતા ઝઘડામાં અંગત બાબતોનો ખાર રાખી બેટ વડે માથાના ભાગે ઇજાઓ પહોંચાડી મૃત્યુ નીપજાવ્યું હોય, તેવી પોલીસ સમક્ષ કબુલાત કરી હતી , પોલીસે આરોપી પરમેશ્વર રામ પ્રવેશ દયાળ હાલ રહે. કુલદીપ હાઉસના પહેલા માળે આવેલ રૂમમાં ન્યુ વાડીયા દહેજ તાલુકો વાગરા જીલ્લો ભરૂચ મૂળ રહે બિહાર ને ઝડપી લઇ ભારતીય ન્યાય સંહિતા મુજબ ગુનો નોંધી આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.


Share

Related posts

ભરૂચમાં મહિલા પોલીસના આપઘાત કેસમાં ઘટસ્ફોટ, સહકર્મી પ્રેમીએ લગ્નની ના કહેતાં આપઘાત કર્યો

ProudOfGujarat

ઝઘડિયા નજીક સી.એન.જી બોટલનો ટેમ્પો ઊભેલી ટ્રક સાથે અથડાયો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં વાતાવરણમાં ફરી એકવાર પલ્ટો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!