ભરૂચ.
ભરૂચના સ્ટેશન સર્કલ પાસે ચીકા ડામરમાં વાહનોના ટાયર અને ચબલ ચીપકી જય હોવાની ખુમાં ઉઠવા પામી છે. ભરૂચ શહેરના સ્ટેશન સર્કલ વિસ્તારમાં નવીન બનાવવામાં આવેલા રોડ પર ગતરોજ રાત્રે કોન્ટ્રાક્ટર દ્વારા ડામરમાં કેમીકલ બેળવીને રોડ બનાવવામાં આવ્યો હતો. જેના કારવો રોડ એટલો મીકલો બન્યો કે સોમવારે સવારથી વાહન ચળકો અને રાહદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.
પત્પલદશીએ જણાવ્યુ હતુ કે, રસ્તો એટલો ચીકણો છે કે મોટરસાયકલ અને સ્કુટરના ટાયરો રસ્તા પર ચોટી જતા વાહન સરકીને પડી જાય એવી સ્થિતિ સર્જાઈ રહી છે ત્યારે પગપાળા જનારાઓના ચપ્પલ પણ રોડ પર ચોટી જતા લોકોની અવરજવર મુશ્કેલ બની હતી. લોકોમાં રોપની લાગણી સર્જાઈ હતી. જેન્જ કારવો લોકોમાં આવી કામગીરીને લઈ આક્રોશ જોવા મળ્યો હતો. જેથી લોકોએ તાત્કાલીક સ્થિતિ સુધારવા માટે ચીકલાલ રોડ પર રેતી કે ધૂળ પાથરવા તંત્રને માંગ કરી છે.
