મનરેગા યોજના ના કામના વળતર સમયસર ચૂકવવા માંગ કરી.
આપ પાર્ટી એ ટીડીઓ ને લેખિત ફરિયાદ કરી.
વાંકલ ::
ઉમરપાડા તાલુકા માં ચાલતા મનરેગા યોજના હેઠળ ચાલતા કામો માં જે 6×6 ની ચોકડી(સોકપીથ)બનાવવા માટે નો એસ્ટીમેટ 30,000રૂપિયાનો છે. જે કામ ચાર હજાર કે પાંચ હજાર માં કામ પતાવી દેવામાં આવે છે તેવી રજુઆત સ્નેહલ વસાવા એ ઉમરપાડા તાલુકા વિકાસ અધિકારી ને લેખિત ફરિયાદ સાથે ન્યાયિક તપાસ થાય અને ગુનેગારો સામે કાયદેસરની કાર્યવાહીની માંગ કરી હતી.
ઉમરપાડા તાલુકા આપ ના પ્રમુખે મનરેગા યોજના ના પૈસા નું ચુકવણું નિયમિત રીતે કરવાની માંગ કરી હતી. જો પંદર દિવસમાં યોગ્ય પગલાંના ભરવા આવશે તો તાલુકા પંચાયતને ઘેરાવો કરવામાં આવશેની
ચીમકી ઉચ્ચારી છે.સ્નેહલ વસાવા, ઉમરપાડા તાલુકા પંચાયત બહાર ન્યાય આપો ન્યાય આપો,મજૂરીના પૈસા ચુકતા કરો, ભ્રષ્ટાચાર બંધ કરોના સૂત્રોચ્ચારો કરાયા હતા.આ તકે સ્નેહલ વસાવા,રણજીત વસાવા, શિરીષ ચૌધરી, ભરત પરમાર વિગેરે કાર્યકરો હાજર રહ્યા હતા.
ઉમરપાડા ટીડીઓ પઠાણ નો આ બાબતે ટેલિફોનિક સંપર્ક કરતાં તેઓ એ જણાવ્યું હતુકે આજે હું બહાર છું આ બાબતે કાલે જોવડાવી લઉં છું. યોગ્ય કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું.મનરેગાના કામ ના પેમેન્ટ ઓનલાઇન ગાંધીનગર થી થાય છે. એમાં અમે કશું કરી શકતા નથી એમ જણાવ્યું હતું.
