Proud of Gujarat
bharuchdharm-bhaktiFeaturedGENERAL NEWSGujaratINDIApoliticalTop NewsUncategorized

ભરૂચમાં વકફ બિલ અને યુસીસી વિરૂદ્ધ શાંતિમય ધરણા કર્યાં

Share

ગુજરાત મુસ્લીમ હિત રક્ષક સમિતિ અને બામસેફ-ઈન્સાફના સંયકતના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજાયો

કતોપોર બજારની તમામ દુકાનો પણ બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો

Advertisement

। ભરૂચ ।

દેશભરમાં હાલમાં વકફ એમેન્ડમેન્ટ બિલ અને યુસીસી (યુનિફોર્મ સિવિલ કોડ)નો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે ભરૂચમાં પણ દેશના બંધારણમાં બહુજન સમાજ જેમ કે, આદીવાસીઓ, દલીત અને ધાર્મિક અલ્પસંખ્યક સમાજને મળેલાં હક્કો પર સંઘની વિચારધારા આધારિત સરકાર દ્વારા તરાપ મારવામાં આવી રહી હોવાના રોષ સાથે વિશેષ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભરૂચ બહુજન હિતરક્ષક સમિતિ, સમસ્ત મુસ્લિમ સમાજ તથા શહેરની વિવિધ સામાજીક અને ધાર્મિક સંગઠનોનનો સહયોગ રહ્યો હતો.

ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ એપીએમસી માર્કેટ સામેના શિફા ગ્રાઉન્ડ ખાતે પરણા કાર્યક્રમમાં મુખ્ય વિસ્તારોમાંથી મુસ્લિમ સમાજના યુવાનો અને વરિષ્ઠ નાગરિકોએ ભાગ લઈ વકફ એકટમાં કરવામાં આવનાર સંશોધનો અને યુનિફોર્મ સિવિલ કોડ સામે પોતાની એકતા અને અસંતોષ વ્યકત કર્યો હતો. મુસ્લિમ સમાજના મદ્રેસા, મસ્જીદના સંચાલકો મોટી સંખ્યામાં કાર્યક્રમમાં જોડાયા હતાં. શહેરમાં આવેલા કતોપોર બજારની તમામ દુકાનો પણ બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો. આ અંગે મુસ્લિમ આગેવાનોએ જણાવ્યા મુજબ, વકફ એમેન્ડમેન્ટ બિલ મુસ્લિમ સમુદાયના ધાર્મિક અને સામુદાયિક હકો પર સીધો હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ છે. વકફ સંપત્તિઓ જે દાનરૂપે ધર્મ અને સમાજની સેવા માટે ભેટ કરવામાં આવે છે તેના ઉપર સરકારનો અયોગ્ય નિયંત્રણ લાદવામાં આવી રહ્યો છે.

આવા કાયદાઓના અમલથી ન્યાય અને સમાનતા નહીં પરંતુ સમાજમાં ભેદભાવ અને અસંતુલન ઉભું થવાનો ભય વ્યકત કરવામાં આવ્યો છે. જયારે યુનિફોર્મ સિવિલ કોડ અંગે પણ વિરોધ વ્યકત કરતા સમુદાયના આગેવાનોએ જણાવ્યુ હતુ કે, ભારત એક વિવિધતા ભરેલો દેશ છે જયાં દરેક સમુદાયને પોતાનો ધાર્મિક અને સામાજીક રીતે જીવવાનો અધિકાર છે. આવા કોડ લાગુ કરવાથી બંધારણના મુળભુત હકો પર આઘ્યાત થાય છે. કાર્યક્રમ વેળા કોઈ અનિચ્છિનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

બોક્ષ

ધાર્મિક સ્વતંત્રતા અને બંધારણીય અધિકારોનું ઉલ્લઘન થઈ રહ્યું છે

સરકાર સમાન સિવિલ કોડ (યુસીસી) અને વકફ એકટ ૨૦૨૫ના કાયદા દ્વારા મુસ્લીમોની ધાર્મિક બાબતો અને ધાર્મિક સામુદાયીક મિલકતોની બાબતમાં હસ્તક્ષેપ કરવા માંગે છે. જે બંધારણના સમાનતા અને ધર્મ સ્વતંત્રતાના અધીકારનો સ્પષ્ટ ભંગ છે. જે અમને કદી પણ સ્વિકાર્ય નથી. - સમશાદ અલી સૈયદ, સમાજિક આગેવાન.

 

વિવિધ ફેરફાર કરી દેશના બંધારણને બદલવાનો પ્રયાસ છે

દેશના બંધારણમાં દરેક નાગરિકને કેટલાંક મુળભૂત હક્કો આપ્યાં છે. જોકે, હાલની આ સંધની વિચારધારા વાળી સરકાર પેનકેન પ્રકારે બંધારણને બદલવાનો પ્રયાસ કરી રહી છે. સંવિધાનની પ્રસ્તાવના સાથે અનુચ્છેદ ૧૪થી૩૨ના મુળભૂત અધિકારો પર તરાપ તમેજ અનુચ્છેદ ૨૫થી ૨૭ ધાર્મિક સ્વતંત્રતાના અધિકારો નાબૂત કરી રહ્યાં છે અને અનુચ્છેદ ૩૧નો ઉલ્લંથન કરી ધાર્મિક સંપતિઓનો નાશ કરી રહ્યાં છે. બેચરભાઈ રાઠોડ, સામાજિક આગેવાન

 

વિવિધ ફેરફાર કરી દેશના બંધારણને બદલવાનો પ્રયાસ છે

આ બિલથી અલ્પસંખ્યક ધાર્મિક લોકોના બંધારણીય હક્કો છીનવાશે. બંધારણીય દ્રષ્ટીએ દરેક કોમને નુકસાનકર્તા છે. જેમ કે, એસટી, એસસી, ઓબીસી. વકફની જમીનો કે મુસ્લીમોને દાનમાં આપેલી છે. તેમાં કોઈનો હિસ્સો હોતો નથી. સુપ્રિમ કોર્ટ આ બિલને રદ કરે તેવી અમારી કિશાન વિકાસ સંઘની માગ છે. યુસીસીના કારણે પણ ભવિષ્યમાં અસંહિષ્ણુતા ફેલાાય તેવી શક્યતાઓ છે. - અરવિંદસિહા રણા


Share

Related posts

દેડિયાપાડામાં પોણા નવ ઇંચ અને સાગબારામાં સાડા પાંચ ઇંચ વરસાદ નોંધાતા બંને તાલુકાઓમાં જળ બંબાકારની સ્થિતિ સર્જાઈ.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાનાં ખરચી ગામનાં ઇસમ પર અન્ય ચાર ઇસમોએ હુમલો કર્યો.

ProudOfGujarat

ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી.એલ.એકેડેમી નાની નરોલી, સીબીએસઈ ક્લસ્ટર-૧૩ વેસ્ટ ઝોનમાં કબડ્ડી ટીમ વાઘોડિયા ખાતે સ્પર્ધામાં ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!