Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પાંચ મહિના પહેલાની તકરારની રીસ રાખી યુવાન પર પિતા-બે પુત્રનો હુમલો

Share

ભરૂચ શહેરના બંબાખાના ખાતેની પાણીની ટાંકી પાસેની ઘટના

ભરૂચ.

Advertisement

ભરૂચમાં પાંચ મહિના પહેલાં ગાડી હટાવવા બાબતે થયેલી તકરારની રીસ રાખી પિતા.બે પુત્રોએ યુવાન પર હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ સંદર્ભે ભરૂચ બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

ભરૂચ શહેરના વેજલપુર વાણીયાવાડ વિસ્તારમાં રહેતો રોહન કાલીદાસ મિસ્ત્રી સાંજના સમયે બંબાખાના ખાતે આવેલી પાણીની ટાંકી પાછળ નિત્યક્રમ મુજબ બેસવા માટે ગયો હતો. દરમિયાનમાં પાંચ મહિના પહેલાં ગાડી હટાવવા મુદ્દે થયેલી તકારને લઈને રીસ રાખી નયના ચોક વિસ્તારમાં રહેતો દ્વારકેશ તેની બાઈક પર ત્યાંથી પસાર થતો હોઈ તેણે રોહનને બુમ પાડી બોલાવ્યો હતો. રોહન તેની પાસે જતાં તેણે તેને બે-ત્રણ ચમાચા મારી દીધાં હતાં. અરસામાં હારકેશે તેના પિતા મનોજ કાલીદાસ મિસ્ત્રી તેમજ ભાઈ હિમાલયને ફોન કરી બોલાવતાં તેઓ તુરંત ત્યાં પહોંચી ગયાં હતાં. પિતા-બે પુત્રોએ મળી તેને લાકડીના સપાટા મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આસપાસના લોકો દોડી આવતા તેમણે તેને વધુ માથી છોડાવ્યો હતો. ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે ભરચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવને પગલે તેણે ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

ભરૂચ ખાતે કોવિડ રસીકરણના બીજા તબક્કામાં પોલીસ અધિક્ષક સહીત અધિકારીઓ તેમજ કલેકટરે કોવિડની રસી મુકાવી.

ProudOfGujarat

ભરૂચ : સાંસદ મનસુખ વસાવાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લખેલ પત્રમાં સ્ફોટક રજૂઆત કરી.

ProudOfGujarat

अमायरा दस्तूर प्रभुदेवा के साथ आगामी सायकोलॉजिकल थ्रिलर फिल्म के लिए तमिल सीख रही हैं।

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!