Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIApoliticalTop NewsUncategorized

ભરૂચના વોર્ડ નં.૧૧ માં રૂા.૩૫ લાખના ખર્ચે ૯ જેટલા કામોની ખાતમુર્હુત કરાયું

Share

ભરૂચ

ભરૂચ શહેર નગરપાલિકા વોર્ડ નંબર ૧૧ માં ધારાસભ્યના વરદારને ૩૫ લાખના ખર્ચે નવ જેટલા કામની ખાતમુર્હુત વિધી યોજાઈ હતી જેમાં પાલિકા પ્રમુખ સહિતના સભ્યો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

ભરૂચ શહેરના નગરપાલિકા વોર્ડ નંબર ૧૧ ને અડીને કોઢી, લાલબજાર, વાલ્મીકીવાસ સહિતના નવ વિસ્તારોના વિવિધ મહોલ્લાઓ મુખ્યમંત્રી શહેરી સ્વર્ણિમ યોજના અંતર્ગત ૩૫ લાખના ખર્ચ પેવર બ્લોક નાખવાના કામોનું ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુર્હુત વિધી યોજાઈ હતી. આ અંગે ધારાસભ્યએ જણાવ્યુ હતુ કે, આ વિસ્તારના સ્થાનિક પાલિકાના સભ્યો અને સ્થાનિક આગેવાનોની રજુઆતના પગલે ખાતમુર્ણત વિધિ યોજાઈ છે અને આવનારા ચોમાસા પહેલા આ કામગીરી પુર્ણ કરી દેવામાં આવનાર છે. અહીંયા પાણી નિકાલ પણ સમસ્યા છે તે અંગે પણ આગામી દીવસોમાં કામગીરી કરીને યોગ્ય નિકાલની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ પ્રસંગે પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ, કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ સહિતના વોર્ડના સભ્યો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

ભરૂચ એસ.ટી. ડેપોમાં બસ સેવા શરૂ કરવામાં આવી.

ProudOfGujarat

ભરૂચ, દહેજ બાયપાસ રોડ પાસે આવેલ મુન્શી વિદ્યાધામમાં વેકસીનેશન કાર્યક્રમ યોજાયો હતો.

ProudOfGujarat

સુરતના સરથાણા સીમાડા પોલીસે ચોકી ઉપર ફરજ ઉપરના પોલીસકર્મીઓ ખુલ્લેઆમ નાના મોટા ધંધાથી વાહન ચાલકો પાસે રૂ. ૫૦ થી રૂ. ૧૦૦ ગેરકાયદેસર રીતે ઉઘરાવતા હોવા સંદર્ભે સુરતના જ કેટલાક જાગૃત નાગરિકોએ સુરત પોલીસ કમીશનરને લેખીતમાં ફરિયાદ કરી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!