Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

નેત્રંગમાં દૂધ લેવા જઇ રહેલ યુવાનની અંગત અદાવતે હત્યા: આરોપીની ધરપકડ

Share

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકા મથકના જીનબજાર વિસ્તારમાં આવેલા માકઁટયાડઁમાં રહેતા સુલેમાન સિદ્દિક મંગલીયા (ઉ.૪૦) ઉંટ લારી ચલાવી મજુરીકામ કરીને ગુજરાન ચલાવતા હતા. આજે સવારના સમયે ઘરમાં ચા બનાવાની હોવાથી દુધ લેવા માટે ગયા હતા. ત્યાંથી પરત ફરતાં દરમ્યાન રસિક કુમારસિંગ વસાવાએ કોઇ અગમ્ય કારણોસર લાકડાના સપાટા સુલેમાન સિદ્દિક મંગલીયાને માથાના ભાગે મારતા લોહીલુહાણ થતાં જમીન ઉપર ઢળી પડ્યા હતા. સ્થાનિકોએ ઇજાગ્રસ્તને 108 એમબ્યુલન્સ સેવા દ્વારા નેત્રંગ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ત્યારબાદ અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જોકે સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતાં નેત્રંગ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો.આ મામલામાં પોલીસે હત્યારા રસિક વસાવાને ગણતરીના સમયમાં ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે,

Advertisement

Share

Related posts

ભારત સરકારના નીતિ આયોગના એડિશનલ સેક્રેટરી અન્ના રોયના અધ્યક્ષસ્થાને ભરૂચ જિલ્લાના વિકાસ પ્રકલ્પો અંગે બેઠક યોજાઈ

ProudOfGujarat

સુરત રેલ્વે સ્ટેશન મુસાફર ખાનાની ટિકિટ બારી ઉપર મુસાફરનો ફોન ચોરી કરતા એક ઈસમને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાની પ્રાથમિક શાળા પીરામણના વિદ્યાર્થીઓની પ્રિ-વોકેશનલ સંદર્ભે FDDI સંસ્થાની મુલાકાત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!