Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIApoliticalUncategorized

વાયદાવાસના 14 વર્ષ, ભાજપ પ્રમુખનો ભરૂચને મહાનગરપાલિકા બનાવવાનો પત્ર પ્રાણ ફૂંકશે?

Share

વિકાસના વિવિધ પાસાઓની વિગતો સાથે CM તેમજ PMને ભાજપ પ્રમુખે પત્ર લખ્યો

। ભરૂચ ।

Advertisement

ભરૂચ-અંકલેશ્વરને મહા નગરપાલિકા જાહેર કરવામાં આવે તેની પ્રબળ માગ ઉઠી રહી છે. ભાજપના નવનિયુક્ત પ્રકાશ મોદીએ રાજ્યના સીએમ તેમજ દેશના વડાપ્રધાનને પત્ર લખ્યો છે. જેમાં તેમણે વિકસિત ભરૂચના વિવિધ પાસાઓની આંકડાકિય સહિતની માહિતી આપી તેને ધ્યાનમાં રાખી ભરૂચને મહાનગરપાલિકા બનાવવા માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી હતી.

ભરૂચ નગરપાલિકાની સ્થાપના વર્ષ ૧૯૧૫માં ૬ જૂલાઈના રોજ કરવામાં આવી હતી. સમયાંતરે શહેરના થઈ રહેલાં વિકાસ સાથે ભરૂચ નગરપાલિકાની વસ્તી વર્ષ ૨૦૧૧ની ગણતરી મુજબ ૧.૬૭ લાખની છે જોકે, એક અંદાજ મુજબ આ વસ્તી હાલમાં વધીને ૨.૪૩ લાખની

આસપાસ થઈ ગઈ છે. ત્યારે ભાજપના નવનિયુક્ત જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીએ ગુજરાતના સીએમ ભુપેન્દ્ર પટેલ તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને પુન: ભરૂચને મહાનગર પાલિકા બનાવવાની માગ કરી છે. તેમણે લખેલાં પત્રમાં ભરૂચના ઐતિહાસિક, ધાર્મિક, ભૌગોલિક, વ્યાપારિક અને ઔધ્યોગિક તથ્યો રજૂ કર્યા છે. જેમાં તેમણે ઉમેર્યું છે કે, ભરૂચ અને અંકલેશ્વર શહેરને અડીને આવેલાં ૨૯ ગામો છે. જેને પાલિકામાં સમાવિષ્ઠ કરવામાં આવે તો મહાનગર પાલિકા બની શકે છે. આ તમામ ગામોની વસ્તી વર્ષ ૨૦૧૧ની ગયાતરી મુજબ ૪.૨૩ લાખથી વધુની થાય છે. જોકે, છેલ્લાં ૧૪ વર્ષમાં તે વધીને ૫.૭૨ લાખની આસપાસ થઈ ગઈ હોવાનું તેમણે જણાવ્યું છે. આ ઉપરાંત પણ અન્ય મુદ્દાઓની માહિતીનો સમાવેશ કરી તેને ધ્યાનમાં લઈને ભરૂચ નગરપાલિકાને મહાનગરપાલીકાનો દરજ્જો આપવા રજૂઆત કરી છે.

મહાનગરપાલિકા બનવા ૪ લાખની વસ્તી હોવી જોઈએ

નગરપાલિકાને મહાનગરપાલિકામાં રૂપાંતરીત કરવા માટે શહેરની વસ્તી ૪ લાખથી વધુની હોવી જરૂરી હોય છે. ત્યારે ભરૂચ શહેરની હાલની વસ્તી ૨૦૧૧ની ગણતરી મુજબ માત્ર ૧.૯૭ લાખ જ છે. જોકે, છેલ્લાં ૧૪ વર્ષમાં વધીને તે ૨.૪૩ લાખ જેટલી થઈ ગઈ છે. બરૂચ પાલિકામાં આસપાસના ગામો જેમ કે, ભોલાવ, ઝાડેશ્વર, હિંગલોટ, ચાવજ સહિતના ગામોને સમાવી લેવામાં આવે તો મહાનગરપાલિકા બની શકે છે.
૨૦૧૧થી મહાનગરપાલિકાના સ્વપ્ન બતાવાઈ રહ્યાં છે

વર્ષ ૨૦૧૧માં ભરૂચમાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સદભાવના ઉપવાસ કર્યો હતાં. ત્યારે ભરૂચને મહાનગરપાલિકા જાહેર કરવામાં આવે તેવી સંભાવનાઓ હતી. જોકે, બાદમાં ભરૂચ મહાનગરપાલિકા તો ન બન્યું પણ ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ મંડળની રચના કરવામાં આવી હતી. જેના કારણે એક તબક્કે ભરૂચ અંકલેશ્વરને ટ્વીન સિટી બનાવાય તેવી પણ ચર્ચાએ જોર પકડયું હતું. વર્ષ ૨૦૧૭માં પુન: ભરૂચને મહાનગરપાલિકા બનાવવામાં આવશે તેવી વાત ઉડી હતી. જોકે, સરકારે ત્યારે પણ ભરૂચની બાદબાકી કરી દીપી હતી.


Share

Related posts

પંજાબમાં આમ આદમી પાર્ટીની જીત થતા સુરેન્દ્રનગરના લીંબડી ખાતે કાર્યકર્તાઓએ વિજયોત્સવ મનાવ્યો.

ProudOfGujarat

નેત્રંગ ગ્રા.પંચાયતમાં વિકાસના કામો પ્લાન એસ્ટિમેન્ટ મુજબ નહીં થવાથી વાલીયા એપીએમસીના વા.ચેરમેને કરી રજુઆત.

ProudOfGujarat

ભરૂચ પંથકમાં તંત્રનાં પાપે મચ્છરનો ઉપદ્રવ : શું નગરપાલિકા મચ્છરનાં ઉપદ્રવને અટકાવશે ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!