Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIApoliticalUncategorized

ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતના સ્થાપના દિને ઉપવાસ – પરિવર્તન સંકલ્પ સભાનું આયોજન

Share

ગુજરાતની સ્થાપનાને 64 વર્ષ પૂર્ણ થયાં છે. ત્યારે રાજ્યભરમાં મહિલાઓ પર દુષ્કર્મ, ડ્રગ્સ તેમજ મારામારી સહિતના ગંભીર ગુનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે  ગુજરાત સ્થાપના દિન એટલે કે, 1 મે ના રોજ આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યભરમાં લોકોની સુખ, સુરક્ષા અને સમૃદ્ધી માટે એક દિવસીય ઉપવાસ અને પરિવર્તન સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું છે.

ઝાડેશ્વર ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે આમ આદમી પાર્ટી – ગુજરાત દ્વારા આજે રાજ્યભરમાં “ગુજરાતની સુખ, સમૃદ્ધિ અને સુરક્ષા” માટે એક દિવસીય ઉપવાસ અને “પરિવર્તન સંકલ્પ સભા”નું આયોજન કરવામાં આવ્યું છે. આ સંદર્ભે ભરૂચ જિલ્લામાં આજ રોજ ઝાડેશ્વર ચોકડી પાસે આવેલ મધુરમ પાર્ટી પ્લોટ નજીક, મારૂતિ કોમ્પ્લેક્સમાં આવેલ સ્વરાજ ટ્રેક્ટરના શોરૂમ ઉપર જિલ્લા પ્રમુખ પિયુષ પટેલની અધ્યક્ષતામાં એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પિયુષ પટેલે જણાવ્યું હતું કે, “ગુજરાત રાજ્ય ને સ્થાપનાના ૬૪ વર્ષ પછી પણ ઘણી સ્તરે ન્યાય મળતો નથી. રાજ્યની જનતા આજે સસ્તી શિક્ષણ, આરોગ્ય અને સુરક્ષાની જરૂરિયાત અનુભવી રહી છે. આમ આદમી પાર્ટી એક મજબૂત અને શ્રેષ્ઠ વિકલ્પરૂપે આગળ આવી રહી છે.”આ કાર્યક્રમનો ઉદ્દેશ રાજ્યની જનતામાં એક નવી રાજકીય જાગૃતિ ઉભી કરવી અને સકારાત્મક પરિવર્તન તરફ કદમ ભરવાનો સંકલ્પ વ્યાપક બનાવવાનો છે.

Advertisement

 


Share

Related posts

રાજપીપળા શહેરનાં અનેક વિસ્તારોમાં આકરી ગરમીમાં પાણી ઓછું આવવાની બુમ.

ProudOfGujarat

એક સગીરવયનો અને બીજા બે આરોપીઓ દ્વારા વોટસએપ વિડીયો કોલ વગેરે દ્વારા સગીરવયની છોકરીને થતી હેરાનગતિની દુઃખદ કહાની એટલે સુધી કે ચહેરો એસિડ નાખી વિકૃત કરવાની ધમકી આપી…

ProudOfGujarat

વલસાડ નગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત ભરતી મેળો યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!