Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

માંગરોળના સ્ટાર વિલામાં બંધ મકાનમાં તસ્કરોનો 1.80 લાખનો હાથફેરો

Share

માંગરોળ ગામે બંધ મકાનમાં તસ્કરોએ 1.80 લાખથી વધુની મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયાં હતાં. બનાવ સંદર્ભે માંગરોલ પોલીસે સ્થળ પર દોડી આવી તપાસ હાથ ધરી છે.

માંગરોળમાં આવેલાં સ્ટાર વિલા ખાતે રહેતાં મિતેષ જોશીના પરિવારની વહું સગર્ભા હોઇ તેમને પ્રેગ્નેન્સીનો સમય આવી ગયો હોઇ તેમને ભરૂચ ખાતેની હોસ્પિટલમાં લઇ જવાઇ હતી. પરિવારજનો પણ તેમની સાથે હોસ્પિટલમાં ગયાં હતાં. દરમિયાનમાં તેમના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી તેમના ઘરમાંથી રોકડા રૂપિયા 90 હજાર તેમજ સોના-ચાંદીના દાગીના મળી કુલ 1.80 લાખથી વધુની મત્તાની ચોરી કરી રફૂચક્કર થઇ ગયાં હતાં. પરિવારજનો ઘરે પહોંચતાં ઘરમાંથી ચોરી થયાનું માલુમ પડતાં તેમણે માગરોળ પોલીસમાં જાણ કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

આતિથ્યની હિજરત, સરકારનાં આંખ મિચામણાં: 7 દિવસમાં યુપી-બિહારના લોકો પર 50થી વધુ હુમલા

ProudOfGujarat

અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરજ બજાવતા પોલીસ જવાનો તેમજ તેમના પરિવાર માટે મેડીકલ ચેકઅપ કેમ્પ

ProudOfGujarat

લીંબડીમાં કુવામાંથી મળેલી લાશનો ભેદ ઉકેલી હત્યારાને ઝડપી પાડતી લીંબડી પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!