Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

આરતી ઇન્ડસ્ટ્રીઝ કંપનીની બસની ટક્કરે પુત્રનું મોત: પિતા ગંભીર

Share

ભરૂચ તાલુકામાં આવેલાં વેસદડા ગામે રહેતાં દિપક ઠાકોરભાઇ સોલંકી તેમની પત્ની સાથે છૂટાછેડા લીધાં હોઇ પોતાના બે સંતાનો 15 વર્ષની પુત્રી અને 12 વર્ષના પુત્ર પ્રિન્સ સાથે એકલાં રહી તેમનું ભરણ પોષણ કરતાં હતાં. સાંજના સમયે તેઓ ભરૂચ-દહેજ રોડ પર આવેલી એક હોટલમાં જમવાનું પાર્સલ લેવા માટે નિકળ્યાં હતાં. તેમની સાથે તેમનો 12 વર્ષનો  પુત્ર પ્રિન્સ પણ સાથે જવા માટે નિકળ્યો હતો. પિતા-પુત્ર બન્ને તેમની બાઇક પર દહેજથી ભરૂચ તરફ જવાના મેઇન હાઇવે રોડ પર થઇને નિકળ્યાં હતાં. તે વેળાં દહેજ તરફથી આવતી એક ખાનગી લક્ઝરી બસના ચાલકે પુરઝડપે ધસી આવી ઓવર સ્પિડમાં બસ હંકારી લાવી તેમની બાઇકને પાછળથી ટક્કર મારી દેતાં દિપકભાઇ બાઇક લઇને રોડ પર પટકાયાં હતાં. જ્યારે પાછળ બેસેલો તેમનો પુત્ર ફંગોળાઇને બસની આગળ ખાલી સાઇડ નીચે આવી જતાં તેનું ચકદાઇ જવાને કારણે સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે બુમાબુમ થતાં બસ ચાલકે બસ સ્થળ પર મુકી ત્યાંથી ભાગી ગયો હતો. બસને જોતાં તેના પર આગળ-પાછળ કોઇ નંબર પ્લેટ લગાડી ન હતી. જોકે, બસના કાચ પર આરતી ઇન્ડસ્ટ્રિઝ અને નરેન્દ્ર લોજીસ્ટીક કોર્પોરેશન લખેલું જણાયું હતું. બનાવને પગલે તેમણે ભરૂચ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી અકસ્માત સર્જી ભાગી ગયેલાં ડ્રાઇવરને શોધવાની કવાયત હાથ ધરી છે.

Share

Related posts

જંબુસર દહેગામ ગામની સીમમાં ખેતરમાં બનાવેલ મકાનની છત પરથી જુગારધામ ઝડપાયું, ચારની ધરપકડ

ProudOfGujarat

નડિયાદ : ધર્મસિંહ દેસાઈ હાર્ટ હોસ્પિટલ ખાતે EVM-VVPATનું નિર્દર્શન યોજવામાં આવ્યું

ProudOfGujarat

સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ગાંજાના વેપારમાં તેજી.એસ.ઓ.જી પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા.બંને આરોપી ઓરિસ્સાના.એક આરોપી વોન્ટેડ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!