Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પ્રવર્તમાન પરિસ્થિતિમાં લોકોને આવશ્યક ચીજવસ્તુઓની સરળ ઉપલબ્ધિ અને ભાવ નિયંત્રણ માટે રાજય સરકાર સર્તક

Share

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશોને પગલે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે પૂરતા પ્રબંધ કર્યા
| ભરૂચ ।
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પ્રવર્તમાન પરિસ્થિતિમાં લોકોને આવશ્યક ચીજવસ્તુઓનો પુરતો પુરવઠો સરળતાએ મળી રહે તે માટેનું સુદ્રઢ વ્યવસ્થાતંત્ર ગોઠવવાના દિશાનિર્દેશો આપ્યા છે. ભરૂચ જિલ્લા વહીવટી તંત્રએ પણ તાકિદે એકશનમાં આવી જરૂરી પગલા ભર્યા છે.
મુખ્યમંત્રીના આ દિશાનિર્દેશોને પગલે રાજય સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે સંપુર્ણ પ્રબંધ કર્યો છે. તેની વિગતો આપતા અન્ન અને નાગરિક પુરવઠા અગ્ર સચિવ આર.સી.મીનાએ જણાવ્યુ છે કે, પવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લેતા રાજય સરકાર દ્વારા નાગરિકોને આવશ્યક ચીજવસ્તુઓ સરળતાથી ઉપલબ્ધ રહે અને ભાવ નિયંત્રણમાં રહે તે માટે દરેક જિલ્લા કલેક્ટરોને વિશેષ સુચનાઓ આપવામાં આવી છે.
આ માટે ૩૮ આવશ્યક ચીજવસ્તુઓના ભાવોનું સતત નિયંત્રણ અને નિરીક્ષણ રાજય સરકાર તથા દરેક જિલ્લા કલેક્ટરો દ્વારા દરરોજ કરવામાં આવે છે. આવશ્યક ચીજવસ્તુઓની સંગ્રહખોરી (સ્ટોકિંગ) અથવા જમાખોરી (હોલ્ડિંગ) ન થાય તે માટે તમામ વિક્રેતા, રિટેલર, પ્રોસેસર, મિલર અને ઈમ્પોર્ટરઓને જરૂરી કાયદાકીય નિયમોનું પાલન કરવા ખાસ તાકીદ કરવામાં આવી છે. જો કોઈપણ વ્યકિત કે સંસ્થા આવશ્યક ચીજવસ્તુઓના સંગ્રહ કે જમાખોરીમાં સંડોવાયેલી જોવા મળશે તો તેમના વિરૂધ્ધ આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ ૧૯૫૫ હેઠળ કડક કાર્યવાહી જિલ્લા કલેક્ટરો દ્વારા કરવામાં આવરો તેમ અંગે સચિવે જણાવ્યુ છે.
છેલ્લા 6 વર્ષમાં હાલ ખાદ્ય પદાર્થો છુટક ફુગાવો (રીટેલ ઈન્કલેશન) સૌથી ઓછા સ્તરે છે. એટલુ જ નહી તમામ આવશ્યક ખાદ્ય પદાર્થોનો પુરતો જથ્થો ઉપલબ્ધ છે તે ઉપરાંત ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા પણ ચાલુ છે. આ સમમ બાબતોને ધ્યાને લઈને તમામ નાગરિકો કોઈપણ પ્રકારની અફવાઓથી ગેરમાર્ગે દોરાય નહી અને રાજય સરકાર તથા જિલ્લા વહીવટી તંત્ર પર વિશ્વાસ સાથે સંપુર્ણ સહકાર આપે તેવો અનુરોધ રાજય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.
જમાખોરો સામે કડક કાર્યવાહી થશે
ભરૂચ । આવશ્યક ચીજવસ્તુઓના ભાવ નિયંત્રણ અને નિક્ષિણ માટે ડીએસઓ તેમજ દરેક મામલતદારો અને પાંતઅધિકારીઓ નિયમિત રીતે ચેકીંગ કરી રહ્યા છે હાલમાં જમાખોરી કરાઈ હોય તેવો કોઈ કિસ્સો ધ્યાનમાં આવ્યો નથી. જો કે તેમના દ્વારા સતત ચેકીંગ જારી રખાશે. જમાખોરી (સંગ્રહખોરી) માં કોઈની સંડોવણી હશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. (ગૌરાંગ મકવાણા-જિલ્લા કલેક્ટર-ભરૂચ)


Share

Related posts

બરોલી પાસે ગેટ બંધ કરવા ગયેલ કૈયુમ ભાઈ મેમણી ની અટકાયત કરતી નસવાડી પોલીસ

ProudOfGujarat

અંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે માલિકના ટેમ્પાના કોમ્પ્રેશરમી ચોરી કરનાર ડ્રાયવરની કરી ધરપકડ, 3 વર્ષથી હતો ફરાર

ProudOfGujarat

ભરૂચ : જન શિક્ષણ સંસ્થાન ખાતે રાષ્ટ્રભાષા હિન્દી દિવસ તથા પખવાડિયાની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!