ભરૂચથી ૪૦૦ ભાઈ-બહેનો માઉન્ટ આબુ જ્ઞાન સરોવર પહોંચ્યા
।ભરૂચ 1
રાજસ્થાન માઉન્ટ આબુ જ્ઞાન સરોવર હારમની હોલ ખાતે ભરૂચના ભાઈ બહેનો માટે યોગ સાધના ભઠ્ઠીનું આયોજન કરાયુ હતુ જેમાં ભરૂચથી ૪૦૦ ભાઈ-બહેનો માઉન્ટ આબુ જ્ઞાન સરોવર પહોંચ્યા હતા. ગત પુર્વ સંધ્યાએ માઉન્ટ આબુ જ્ઞાન સરોવર ખાતે તા.૧૫ મે થી ૧૮ મે સુધી ચાલનારી ત્રિ દિવસીય યોગ સાધના ભઠ્ઠીનું જ્ઞાન સરોવર ડાયરેક્ટર સુદેશ દીદીજી અને ભરૂચ સબઝોનના ઈન્ચાર્જ તથા જ્ઞાન સરોવરના ડાયરેક્ટર પ્રભાદીદીજી તથા મંજુદીદી દ્વારા દીપ પ્રજવલીત કરી સાધના મહીનો પ્રારંભ કરાયો.
રાજસ્થાન માઉન્ટ આબુ જ્ઞાન સરોવર ખાતે હારમની હોલમાં ભરૂચના ભાઈ-બહેનો માટે ત્રીદિવસીય યોગ સાધના ભઠ્ઠીનું આયોજન કર્યુ છે જે યોગ સાધના ભઠ્ઠીનો મુખ્ય હેતુ આધાત્મિક સ્વઉન્નતી, સ્વજાગૃતિ તેમજ વિશ્વ કલ્યાણ નિમિત્તે વિશ્વમાં શાંતિના પ્રકાશ ફેલાઈ એ હેતુસર યોગ ભઠ્ઠીનું આયોજન કરાયું. આ યોગ સાધના બહી દ્વારા જે શાંતિ અને શક્તિના પ્રકાશની અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે એ દ્વારા ફક્ત પોતાના જ નહી પરંતુ આખા વિશ્વના વિઘ્ન દુર થાય છે એ ઉદ્દેશથી આ યોગ સાધના ભઠ્ઠીનું આયોજન કરાયું.
આ ઉપરાંત આ યોગ સાધના ભઠ્ઠીમાં સુદેશ દીદીજીએ ભઠ્ઠીના ચાર પ્રકાર બતાવ્યા કે યોગ સાધના ભઠ્ઠી કઈ રીતે કરાય તે દ્રષ્ટાંત આપી સમજાવ્યું, જેમ કે ધોબી મેલા કપડાને ધોવે છે એજ રીતે યોગ સાધના દ્વારા આપણા મનના મેળ ધોવાય છે. આ સાથે રંગરેજની ભઠ્ઠી કુંભારની ભઠ્ઠી સોનારની ભઠ્ઠી સહિતના દ્રષ્ટાંતો આપી વિશેષ માહિતી આપી હતી. આ ઉપરાંત દીદીજીએ મહાભારતના પક્ષ દ્રષ્ટાંત વર્ણવી વિશેષ માહિતગાર કર્યા હતા. મનુષ્યમાં રેહલી શક્તિની વિશેષ માહિતી આપી દરેક પરિસ્થિતિમાં તમારે કઈ શક્તિનો ઉપયોગ કરવો તેની પણ વિશેષ માહિતી આપી હતી તથા આ કાર્યક્રમમાં જ્ઞાન સરોવરના ડાયરેક્ટર પ્રભાદીદી કે જેઓ ભરૂચ સબઝોન ઈન્ચાર્જ પણ છે તેઓએ યોગ ભઠ્ઠીમાં આવેલ તમામ ભાઈ-બહેનોનું સ્વાગત કર્યુ હતુ અને આશીર્વાદ આપ્યા હતા સાથે જ મંજુદીદી જ્ઞાન સરોવર કે જેઓએ મંચ સંચાલન કરી યોગ ભઠ્ઠીની વિશેષ માહિતી આપી હતી.
