Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વાગરા બજારમાં જ્વેલર્સની આંખમાં મરચું નાંખી 4 લાખના દાગીના લઇ ગઠિયો ફરાર

Share

વાગરા પોલીસે સીસીટીવી ફૂટેજ ને આધારે તપાસ વેગવંતી બનાવી
વાગરા.
વાગરા બજાર વિસ્તારમાં આવેલ જવેલર્સની દુકાનમાં ધોળે દિવસે લૂંટનો બનાવ બનતા ચકચાર મચી જવા પામી હતી. સોનીની આંખોમાં મરચાની ભુકી છાંટી સોનાના દાગીના ઉઠાવી લુંટારૂ ફરાર થઈ ગયો હતો. ઘટનાને પગલે વાગરા પોલીસે સ્થળ પર જઈ સીસીટીવી ના ફૂટેજને આધારે તપાસ હાથ ધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર આજરોજ બપોરના લગભગ ૧.૧૩ વાગ્યાના અરસામાં વાગરાના બજાર વિસ્તારમાં આવેલ ઓમ જવેલર્સ નામની સોનાની દુકાનમાં બુકાની ધારણ કરીને એક ઈસમ આવ્યો હતો. તેણે હાજર સોનીને કામમાં વ્યસ્ત કરી દાગીનાની ઉઠાંતરી કરી સોનીની આંખોમાં મરચું પાડવર છાંટીને ફરાર થઈ ગયો હતો. અંદાજીત ચાર લાખ ઉપરાંતનો મુદ્દામાલ લુંટારૂં ઉઠાવી ગયો હોવાનું જાણવા મળ્યુ છે. ધોળા દિવસે ભરચક વિસ્તારમાં બનેલ લુંટની ઘટનાએ પંથકમાં ભારે ચકચાર મચી જવા સાથે લોકોમાં ભય પ્રસરી જવા પામ્યો હતો. ઘટનાની જાણ થતાં જ વાગરા પોલીસ મથકના પીઆઈ એસ.ડી.ફુલતરિયા, ભરૂચ એલસીબી, જંબુસર ડિવિઝનના ડીવાયએસપી સહિતના અધિકારીઓ પણ વાગરા ખાતે દોડી આવ્યા હતા. સોનીની દુકાનમાં લુંટને અંજામ આપનાર લુટારું જે સીસીટીવીમાં નજર પડે છે તેવો જ પહેરવેશ ધારણ કરેલ ઈસમ જુમ્મા મસ્જીદના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામ્યો હતો. જો કે પોલીસે નાકાબંધી કરી જરૂરી તમામ વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચકાસણી કરવા સાથે તપાસને વેગવંતી બનાવી હતી.

Share

Related posts

ગોધરા : ખાડી ફળીયા વિસ્તારમાં આવેલ રેલ્વે જીએલયાર્ડનાં ગોડાઉનમાં ભીષણ આગ.

ProudOfGujarat

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સૌથી મોટું ઓપરેશન પાર પાડ્યું, પાક. જાસૂસ ઝડપાયો.

ProudOfGujarat

સુરત નજીક ઓલપાડના માસમા રોડ ખાતે ગેસની બોટલ ભરીને જતી ટ્રકમાં અચાનક આગ લાગી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!