ભરૂચ
ધોરણ-૧૦ પછી કારકિર્દી માટે ઘણા વિકલ્પો પૈકી ડિપ્લોમા એન્જિનિયરિંગ ક્ષેત્રે વિવિધ કોર્સમાં જોડાઈ સારી કારકિર્દી બનાવી શકાય છે. જેના માટે એડમિશન પ્રક્રિયા તેમજ મળવાપાત્ર સ્કોલરશીપ અંગે સરકારી ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજ એ.સી.પી.ડી.સી. કમિટીના સહયોગથી આગામી તા ૨૨ મે ૨૦૨૫ ગુરુવારના રોજ સવારે ૧૧ વાગ્યે અવેરનેસ પ્રોગ્રામનું આયોજન વિનામૂલ્યે કરવામાં આવેલુ છે.
જેમાં ધોરણ ૧૦ પછી ડિપ્લોમા ઇજનેરી તેમજ ITI/TEB પછીના C To D પ્રક્રિયા અંગેની માહિતી, તે અંગેના ક્રમિક પગલાં તથા વિદ્યાર્થીઓ /વાલીઓના પ્રવેશ પ્રક્રિયાને લગતા પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવશે. આ સમગ્ર આયોજન દરમિયાન વિદ્યાર્થીઓ અને વાલીઓને સંપૂર્ણ માર્ગદર્શન સંસ્થાના અનુભવી પ્રોફેસરો અને તજજ્ઞોની નિષ્ણાત ટીમ દ્વારા આપવામાં આવશે.
ભરૂચ જિલ્લાની જાહેર જનતાને અનુરોધ છે કે, અવેરનેસ સેમિનારનો લાભ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહે તેમ શ્રી કે. જે. પોલિટેકનિક, ભરૂચની એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
