Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વાગરા જ્વેલર્સને ત્યાં લૂંટનો આરોપી ઝબ્બે : ઓનલાઇન ગેમિંગ સટ્ટામાં 10 લાખ ગુમાવતાં ગુનાના રસ્તે ચઢ્યો

Share

ભરૂચ.
વાગરા શહેરમાં આવેલાં ઓમ જ્વેલર્સની દુકાનમાં ખરીદીના બહાને આવેલાં એક શખ્સે જ્વેલર્સના મોઢા પર મીઠુ અને મરચાની ભુકી નાંખી કુલ 3.65 લાખની મત્તાના દાગીનાની લૂંટ કરી બાઇક પર રફૂચક્કર થઇ ગયો હતો. બનાવને પગલે વાગરા પોલીસ સ્ટેશનના પીઆઇ એસ. બી. ફુલતરિયા તેમજ તેમની ટીમ તુરંત એક્શનમાં આવી ગઇ હતી. અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરતાં એક ટીમને માલુમ પડ્યું હતું કે, લૂંટના કારસામાં ટંકારિયાનો રાકેશ જશુ પ્રજાપતિ સંડોવાયેલો છે જેના પગલે ટીમે તેને દબોચી લાવી પુછપરછ કરતાં તેણે લૂંટની કબુલાત કરી હતી. તેણે ઉમેર્યું હતું કે, તેણે ઓનલાઇન ગેમિંગ અને સટ્ટામાં 10 લાખ જેવી માતબર રકમ ગુમાવી હતી. જેના પગલે તેણે ચોરી-લૂંટ કરવાનો પ્લાન ઘડ્યો હોવાની કબુલાત કરી હતી. પોલીસે તેની ધરપકડ કરી તેની પાસેથી લૂંટમાં ગયેલા સોનાના દાગીના તેમજ ગુનામાં વપરાયેલી બાઇક મળી કુલ 4.35 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

ભરૂચ પોલીસે “તેરા તુજકો અર્પણ” અભિયાન અંતર્ગત કુલ ₹3.92 લાખનો મુદ્દામાલ પીડિતોને પરત કર્યો

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકા પોલીસે જુગારના ગુનામાં નાસ્તા ફરતા બે જુગારીયાઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

ProudOfGujarat

બનાસકાંઠા : 29 વર્ષીય યુવતીએ 4 બાળકો સાથે કેનાલમાં લગાવી મોતની છલાંગ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!