ભરૂચ.
આમોદ નગર સહિત જિલ્લાભરમાં ગરમી સાથે ઉકરાટ નો કુદરતી કહેર જોવા મળી રહ્યો છે. સવાર થી મોડી રાત સુધી સતત ગરમી સાથે ઉકરાત માં લોકો ઘર ની બહાર નીકળવાનું
ટારતા જાહેર સ્થળો થી લઈ સમગ્ર નગર ના રસ્તાઓ સુમસામ થઈ જવા ની સ્થિતિ નું નિર્માણ થયું છે ત્યારે કહી શકાય નગરજનો નું જાહેર જીવન ગરમી સાથે ઉકરાત ને લઈ ને અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. નગરજનો સહિત પ્રાણીઓ સહિત નાના મોટા જીવ જતુંઓ ત્રાહિમામ પોકારી ગયા છે.

ત્યારે ઝેરી અને બિન ઝેરી જાનવરો પણ ખેતરાઉ વિસ્તાર માંથી રહેણાંક વિસ્તાર માં આવી જતા હોય છે તેમજ પોતે જમીન માં બનાવેલ સુરંગ માંથી પણ ગરમીના પ્રકોપથી બચવા માટે રહેણાક વિસ્તારમાં દેખા દેવા ની અનેક ઘટના નગર માં જોવા મળી રહી છે. ત્યારે જણાવી દઈએ કે ગત રોજ નેશનલ હાઈવે 64 પર પૂરશા નગરી વિસ્તાર માં આવેલ એન. વી સીરામીક શોપ પાસે નાગ અને નાગિન નજરે પડતા આમોદ નગર અંકિત પરમારે રેસ્ક્યુ કરી ને સલામત સ્થળે છોડી મૂકવામાં આવ્યા હતા. ત્યારે બીજી ઘટના આમોદ નગરમાં વાવડી ફરિયા થી કોર્ટ તરફ જવાના મુખ્ય રસ્તા ઉપર આવેલ મલેકની વાડીમાં નાગ અને નાગિન ની જોડી નજરે પડી હતી અને વિડીયો વાડી માલિકે પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો.
