Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

આપત્તિ વ્યવસ્થાપનની પૂર્વ તૈયારીઓ સંદર્ભે ભરૂચ જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને બેઠક મળી

Share

ભારેથી અતિ ભારે વરસાદ, વાવાઝોડાની સ્થિતિમાં રાહત અને બચાવ કામગીરી માટે આગોતરું આયોજન અને વ્યવસ્થાઓ માટેની પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરવા જિલ્લા કલેકટરની સૂચના

વિવિધ કચેરીઓને કરવાની થતી કામગીરી બાબતે આવશ્યક સૂચનાઓ અને દિશાનિર્દેશો આપવામાં આવ્યા

Advertisement

ભરૂચ

અમદાવાદ IMD દ્વારા અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે તા.૨૨ મી મે ૨૦૨૫ થી ૨૮ મી મે ૨૦૨૫ સુધી ભરૂચ જિલ્લામાં પવન સાથે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે ભારે પવન અને અતિભારે વરસાદની પૂર્વે તૈયારીઓના ભાગરૂપે ભરૂચ જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને ભરૂચ કલેક્ટર કચેરી ખાતે સંભવિત ડીઝાસ્ટરની પરિસ્થિતિને પહોંચી વળવા અને તેના પૂર્વે કરવાની થતી કામગીરી અન્વયે જરૂરી વ્યવસ્થાની તૈયારીઓ અને આયોજન અંગે બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં લાઇઝન અધિકારી દ્વારા આપત્તિ વ્યવસ્થાપનની પૂર્વ તૈયારી અંતર્ગત કરવાની થતી કાર્યવાહી અંગે સુચના આપી હતી.

આપત્તિ અને ચોમાસા દરમિયાન કરવાની થતી કામગીરી અન્વયે જિલ્લા અને તાલુકા વહીવટીતંત્ર દ્વારા નોડલ અધિકારીશ્રીઓ અને સંબંધિત કર્મચારીઓના સંકલનથી રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલરૂમ શરૂ રહે તેમજ હાલની સ્થિતિએ હેડ ક્વાર્ટર ન છોડવા માટેના જરૂરી આદેશ થાય તે માટે ઘટતું કરવા કલેક્ટરે કહ્યુ હતુ. આપત્તિની તૈયારીઓના ભાગરૂપે કરવાની થતી કામગીરી બાબતે તેમણે કહ્યુ કે,તાલુકા કક્ષાએ આપત્તિ વ્યવસ્થાપન, સ્થળાંતર, પૂર અને વાવાઝોડાની સ્થિતિમાં કરવાની થતી કામગીરી માટે રાહત અને બચાવ,વીજ પુરવઠો અને માર્ગોને પૂર્વરત કરવા માટે શક્ય હોય તેટલી વધુ ઝડપથી કામગીરી થાય તે માટે આયોજન કરવું.
તેમણે ઉમેર્યુ કે, સ્થળાંતર અને રાહત બચાવના કિસ્સામાં જે સ્થળોનો આશ્રયસ્થાન તરીકે ઉપયોગ કરવાનો હોય તેની પ્રાથમિક સુવિધાઓની ચકાસણી અગાઉથી જ કરી લેવામાં આવે. આ પ્રકારની સ્થિતિમાં પ્રાથમિક વ્યવસ્થાઓ કરવાની થાય તેવા સંજોગોમાં અગાઉથી જ સેવાભાવી સંસ્થાઓ અને સ્થાનિક આગેવાનોની સાથે આપદા મિત્રોની મદદ લેવા માટે જરૂરી આયોજન અને તૈયારી કરવામાં આવે. એકધારા પાવર કટની સમસ્યા સર્જાઈ ત્યારે તમામ વાયરલેસ સહિતના દૂરસંચારના ઉપકરણો કાર્યરત હોય, કાર્યરત હોય તેની ચકાસણી કરવી અને આવશ્યકતા જણાય તે તમામ બાબતોમાં ઘટતું કરવા તેમણે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.
કોસ્ટલ એરિયામાં આવેલી શાળાઓમાં આશ્રયસ્થાનો નકકી કરવામાં આવ્યા છે. ત્યારે આ આશ્રયસ્થાનો ઉપરની વ્યવસ્થાઓ, સેનિટેશન તેમજ પીવાના પાણીની વ્યવસ્થાઓ કરવી. પીવાના પાણીના વિતરણ પૂર્વે ક્લોરિનેશન, સુપર ક્લોરિનેશન થાય તે કાળજી રાખવા સૂચના આપી હતી. ભારે પવનના કારણે વીજ પુરવઠો ખોરવાય તો તાત્કાલિત વીજ પુરવઠો પૂર્વવત થઇ શકે તે માટે વીજ તંત્ર કાર્યરત રહી વીજ પુરવઠો ખોરવાઈ ગયા બાદ ઝડપથી તે પૂર્વરત થઇ શકે તે માટે યુધ્ધના ધોરણે ઘટતી કામગીરી કરવા માટે વીજતંત્રને સૂચના આપવામાં આવી હતી.
જિલ્લામાં અનાજનો જથ્થો પૂરતી માત્રામાં જળવાઇ રહે અને તેનું વિતરણ અને આગાહીને પગલે જિલ્લામાં ખુલ્લામાં રહેલી ખેત પેદાશો તેમજ અનાજના જથ્થાને પરિવહન દરમિયાન કે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં કે અન્ય કોઈ જગ્યાએ વરસાદના કારણે નુકસાન ન થાય તે માટે જરૂરી વ્યવસ્થા કરવા અને આ અંગે તકેદારીના પગલા લેવા જણાવાયું હતું. ભારે પવન કે અતિભારે વરસાદ દરમ્યાન પશુઓ માટે ઘાસચારાનો જથ્થો તેમજ તમામ વ્યવસ્થાઓ જળવાઇ રહે તે માટે વિશેષ પશુપાલન અને ખેતીવાડી વિભાગને સૂચના આપવામાં આવી હતી.
રાજ્ય અને પંચાયત માર્ગ મકાન વિભાગ સહિતના વિભાગોની હસ્તકના માર્ગો પર વૃક્ષો ધરાશાયી થયા બાદ તેનો ત્વરિત નિકાલ કરી માર્ગોને પૂર્વરત કરવામાં આવે તેમજ આ તેને લગતી તમામ જરૂરીયાતની સાધન સામગ્રીની સૂનિચ્ચિત કરવા તેમજ તે અંગેની વિગતો જિલ્લાકક્ષા અને નાગરિકોને સમયસર પહોંચાડવામાં આવે તે જોવા કહ્યુ હતુ.
જિલ્લામાં તમામ સ્થળોએ આરોગ્યલક્ષી કામગીરી માટે દવાઓનો પૂરતો જથ્થો, મેડિકલ ટીમને તાલીમ આપવી, મેડિકલ કિટ સહિતની તૈયારીઓ અને મેડિકલ ટીમને જે-તે સ્થળ પર સમયસર પહોંચાડવા માટેનું આયોજન કરવા માટે આરોગ્ય વિભાગને સૂચના આપવામાં આવી હતી.
આપત્તિની સ્થિતિ હોય ત્યારે જિલ્લાના ઔદ્યોગિક વિસ્તારોમાં ઉદ્યોગ એડવાઝરી પ્રમાણે કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી.
શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં આશ્રયસ્થાન તરીકે ઉપયોગમાં લેવામાં આવનાર શાળા, આંગણવાડી સહિતના સ્થળો પર પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ થઇ રહે તે અગાઉથી સુનિશ્ચિત કરવા બાબતે ઘટતું થાય તે જોવા કહ્યુ હતુ. ખાસ કરીને ભરૂચ જિલ્લાના દરિયાઇ કાંઠો ધરાવતા વિસ્તારમાં વિશેષ કાળજીઓ, આયોજન અને વ્યવસ્થાઓ થાય તે માટે ઘટતું કરવા જણાવવામાં આવ્યું. તેમજ મીઠાના અગરિયાઓને, દરિયો ન ખેડવા અંગેની ચેતવણી મળયેથી માછીમારો દરિયામાં માછીમારી માટે જાય નહીં તેનું આયોજન કરવા જણાવ્યું હતું.
આપત્તિ અને વર્ષાઋતુ સાથે પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા આનુસંગિક સાધન સામગ્રી વોટર લોગીંગની સમસ્યા વાળા વિસ્તારોને આઈડેન્ટીફાઈ કરી ત્વરિત પાણીનો પાણીનો નિકાલ, વોટરીંગ પંપના સેટની વ્યવસ્થા, અગ્નિશમનના સાધનો, ક્રેન કાર્યરત કરવા, વગેરે બાબતે ઝીણવટીભરી સમીક્ષા કલેકટરશ્રીએ કરી હતી.
કલેકટરએ દરેક વિભાગે પોતાના હસ્તકની કામગીરી જવાબદારીપૂર્વક,સતર્કતાથી,પ્રમાણિકતાથી અને ટીમ વર્કથી પાર પાડવાની અધિકારીઓને તાકિદ કરી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, નિવાસી અધિક કલેકટર એન.આર.ધાધલ, , વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ, જિલ્લાના પ્રાંત અધિકારીઓ, મામલતદારઓ, તાલુકા વિકાસ અધિકારીઓ વચ્યુઅલી ઉપસ્થિત રહ્યા હતા


Share

Related posts

ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની આજે 78 મી જન્મજ્યંતિ, રાહુલ ગાંધી થયા ભાવુક.

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત તક્ષશિલા વિદ્યાલય મા આજરોજ ભાઈ-બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી

ProudOfGujarat

वराइटी मैगज़ीन ने दीपिका पादुकोण को अंतर्राष्ट्रीय महिला प्रभाव रिपोर्ट में किया शामिल!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!