રાજ્ય ચૂંટણી પંચે જાહેરાત કરી, ભરૂચ જિલ્લાનું વહિવટી તંત્ર ચૂંટણીની તૈયારીઓમાં જોતરાયું
૨ જૂને જાહેરનામું પ્રસિદ્ધ થશે, ૨૨મીએ મતદાન અને ૨૫મીએ મતગણતરી કરાશે । બરૂચ ।
રાજય ચૂંટણી પંચના કમિશનર દ્વારા ગાંધીનગર ખાતેથી બુધવારે રાજ્યભરમાં અઢી વર્ષથી ખોરભે મુકાયેલી ગામ પંચાયતની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ૨૨મી જૂનના રોજ મતદાન કરાવામાં આવશે. જેમાં ભરૂચ જિલ્લાની ૬૭ ગ્રામ પંચાયતોમાં (સામાન્ય વિભાજન મધ્યસત્ર) ચૂંટણી જયાર ૧૪૮ ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી યોજાશે.
ભરૂચ જિલ્લામાં ૫૪૫ ગ્રામ પંચાયતો છે. જે પૈકીની ૬૭ જેટલી ગામ પંચાયતોની ૫ વર્ષની મર્યાદા પૂર્ણ થયાને અઢી વર્ષનો સમયગાળો થઈ ગયો છે. છેલ્લા અઢી વર્ષથી આ ૬૭ ગ્રામ પંચાયતોમાં વિહવટદારનું શાસન હોવાને કારવો અરજદારોને તલાટીઓ પર નિર્ભર રહેવું પડતું હતું. બીજી તરફ ગામ પંચાયતમાં અરજદારોના કામોનો નિકાલ પણ સમયસર આવતો હોવાનો રોષ ગ્રામજનો ઠાલવી રહ્યાં હતાં. દરમિયાનમાં રાજ્ય ચૂંટણી પંચના કમિશનર દ્વારા ગાંધીનગર ખાતેથી બુધવારે રાજ્યભરમાં અઢી વર્ષથી ખોરંભે મુકાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ભરૂચ જિલ્લાની ૬૭ ગામ પંચાયતોમાં (સામાન્ય /વિભાજન /મધ્યસત્ર) ચૂંટણી જયાર ૧૪૮ ગામ પંચાયતોમાં પેટા ચૂંટણી યોજાશે. ચૂંટણી પંચે કરેલી જાહેરાતમાં આગામી ૨૨મીએ મતદાનની તારીખ નક્કી કરવામાં આવી છે. જ્યારે ૨૫મી જૂને મતગણતરી થશે.
ચૂંટણીની રૂપરેખા । ભરૂચ । ૦૨ જૂન - જાહેરનામા પ્રસિદ્ધ કરાશે ૦૯ જૂન-ઉમેદવારી ભરવાની છેલ્લી તારીખ ૧૦ જૂન- ઉમેદવારપત્રોની ચકાસણીની તારીખ ૧૧ જૂન- ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ ૨૨ જૂન- સવારના ૭થી સાંજના ૬ વાગ્યા સુધી મતદાન ૨૪ જૂન- જરૂરી જણાય તો પુન:મતદાનની તારીખ ૨૫ જૂન- મત ગણતરીની તારીખ ૨૭ જૂન- ચૂંટણી પૂર્ણ થવાની તારીખ
