Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વાગરા – સારણ માર્ગ પર ત્રણ મકાનને નિશાન બનાવતા તસ્કરો

Share

મોબાઈલ અને રોકડ ની ચોરી કરી ચોર ફરાર

વાગરા

Advertisement

વાગરા – સારણ માર્ગ પર આવેલ ફૈથ કેલેવરી સ્કૂલની સામે ધોળે દિવસે મકાનોના નકુચા તોડી તસ્કર ટોળકીએ ચોરીની ઘટના ને અંજામ આપ્યો હતો.ઘરમાં રહેલ મોબાઈલ તેમજ રોકડ સહિતની સામગ્રી પર તસ્કરોએ હાથફેરો કર્યો હતો.
સમગ્ર બનાવ અંગે કામદારોના જણાવ્યા પ્રમાણે તેઓ વાગરા-સારણ માર્ગ ઉપર આવેલ ફૈથ કેલેવરી સ્કૂલની સામે આવેલ મકાનોમાં ભાડેથી રહે છે.અને કંપનીમાં કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે.તેઓ નિત્યક્રમ મુજબ ગતરોજ સવારે જીઆઇડીસી ની અલગ-અલગ કંપનીઓમાં નોકરીએ ગયા હતા.સાંજે છ વાગ્યાની આસપાસ ઘરે પરત ફરતા તેમને ધ્રાસકો પડ્યો હતો.તેમના ઘરના દરવાજાના તાળા તૂટેલી હાલતમાં જણાતા તેઓ ચોંકી ગયા હતા.એક સાથે ત્રણ મકાનોના તાળા તૂટેલી હાલતમાં જણાયા હતા.ઘરમાં જોતા ઘરનો તમામ સામાન વેરવિખેર પડેલો નજરે પડયો હતો. કંપનીમાં મોબાઈલ ફોન એલાવ ન હોવાને કારણે કામદારો પોતાના મોબાઈલ ફોન ઘરે જ મૂકીને કંપની પર જતા હતા.ત્યારે ઘરનો સામાન ચેક કરતા માલુમ પડ્યુ હતુ, કે કૂલ ૬ મોબાઈલ ફોન,બ્લુટુથ, ચાર્જર, પેનદ્રાઈવ સહિત ઘર વપરાશ માટે મુકેલા અંદાજીત પાંચ હજારથી વધુની રોકડ રકમની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યુ હતુ.ધોળે દિવસે થયેલ ચોરીની ઘટનાએ પંથકમાં ભારે ચકચાર મચાવી છે.આ લખાઈ રહ્યુ છે ત્યાં સુધી હજી કોઈ પોલીસ ફરિયાદ નોંધાવા પામી નથી.પોલીસ ચોરો પર સંકજો કસે એવી લોકમાંગ ઉઠવા પામી છે.


Share

Related posts

ડોલવનના બેડચિત ગામે થી પસાર થતી ઉકાઈ ડાબા કાંઠા નહેરમાં હાથપગ ધોવા ગયેલ ચાર યુવાનો પૈકી ત્રણ યુવકો નહેરમાં તણાયા…

ProudOfGujarat

નડિયાદ : મહુધાના અલીણા ગામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું 

ProudOfGujarat

વડોદરામાં IPL ની મેચ પર સટ્ટો રમતા સયાજીગંજના બે યુવક ઝડપાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!