આરટીપીસઆર ટેસ્ટ માટે સેમ્પલ મોકલાયાં, રિપોર્ટની જોવાતી રાહ
મહિલાને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાઇ
ભરૂચ.
ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારની 48 વર્ષની એક મહિલા બિમાર પડતાં તેને ભરૂચની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. મહિલાની સારવાર દરમિયાનમાં તેને કોરોના હોવાની શંકાએ તબીબે તેનો રેપિડ એન્ટિજન્ટ ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં તેને કોરોના પોઝિટિવ હોવાનું માલુમ પડ્યું હતું. જેના પગલે તેમણે તુરંત આરોગ્ય વિભાગને જાણ કરી મહિલાને તાત્કાલિક એમ્બ્યુલન્સની મદદથી ભરૂચ સીવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. જ્યાં તેને કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ખાસ તૈયાર રખાયેલાં આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાઇ હતી. સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી અનુસાર, મહિલાને કોરોના જેવા લક્ષણ છે. અન્ય હોસ્પિટલમાંથી પેશન્ટ આવ્યું હોવાથી તેનું યોગ્ય નિદાન કરાઇ રહ્યું છે. અન્ય હોસ્પિટલમાં રેપિડ એન્ટિજન્ટ ટેસ્ટનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જોકે, આરટીપીસીઆર ટેસ્ટ માટે તેમના સેમ્પલ મોકલવામાં આવ્યાં છે. જે રિપોર્ટ આવ્યા બાદ કોરોનાનું કન્ફર્મેશન મળશે હાલમાં શંકાસ્પદ કેસ તરીકે તેની સારવાર શરૂ કરી દેવામાં આવી છે.
