Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

જોલવા ગામ પાસે ટ્રેલર છુટું પડતાં 200 ફૂટની કેસલ રોડ પર પલટી ગઇ

Share

દહેજના અદાણી પોર્ટ પરથી 7 જોડેલાં ટ્રેલરમાં કેસલ લોડ કરી સુવા ગામ તરફ જઇ રહ્યાં હતાં
ભરૂચ.
દહેજના અદાણી પોર્ટ પરથી અંદાજે 200 ફૂટની કેસલ ( લાંબુ સિલિન્ડર) 7 જેટલા ટ્રેલરને જોડીને  તેના પર મુકીને સુવા ગામે આવેલી એક કંપનીમાં લઇ જવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. દરમિયાનમાં જોલવા ગામ પાસે પહોંચતા ટ્રેલરોને જોડવા માટે બાંધેલી સાંકળ તુટી જવાને કારણે અડધેથી ટ્રેલર બે ભાગમાં વેચાઇ જતાં તેના પર લોડ કરેલી 200 ફૂટની કેસલ ( લાંબુ સિલિન્ડર) ટ્રેલર પરથી સરકી પડી રોડ પર પલટી ગયું હતુ. સદનશીબે ઘટનામાં કોઇને જાનહાની થઇ ન હતી. જોકે, સિલિન્ડર રોડ પર પડવાને કારણે એકતરફનો આખો માર્ગ ચોકઅપ થઇ જતાં ટ્રાફિક જામની સ્થિતી સર્જાઇ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે ટ્રાફિકને એક તરફ ડાયવર્ટ કરી વાહન વ્યવહાર શરૂ કર્યો હતો. નોંધનિય છે કે, આટલાં લાંબા સિલિન્ડરને ઉઠાવવા માટે મોટી ક્રેઇન ન મળતાં ભારે મુશ્કેલી સર્જાઇ હતી. 6-7 અલગ અલગ ક્રેઇનોની મદદથી સિલિન્ડરને ટ્રેલર પર બેસાડવાય તે માટેની વિચારણા ચાલી રહી છે. જોકે, છેલ્લાં ત્રણેક કલાકથી લોકોને ટ્રાફિકનો સામનો કરવો પડી રહ્યો છે. આ લખાય છે ત્યાં સુધી કોઇ કંપની સંચાલકે આ ઘટનાને લઇને પોતાની જવાબદારી સ્વિકારી ન હતી કે, પોલીસમાં જાણ કરી ન હતી. ત્યારે પોલીસ પણ કંપની સંચાલક આવે અને ફરિયાદ કરે તો કાર્યવાહી કરીએ તેવી રાહ જોઇને બેઠી છે. ત્યારે નોંધવું રહ્યું કે, કેસલ ( લાંબા સિલિન્ડર ) પર ક્લાઇન્ટ તરીકે દહેજની દિપક ફર્ટીલાઇઝર એન્ડ પેટ્રોલકેમિકલ્સ કંપનીનું લખેલું જણાયું હતું.

Share

Related posts

જુગારનાં ગુનામાં નવ માસથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી ભરૂચ

ProudOfGujarat

નર્મદા-બંધની જળ સપાટી 110.98 મીટરએ સ્થિર-આવક અને જાવક સરખી રહેતા હાલ સપાટી સ્થિર..

ProudOfGujarat

ગોધરા: અપક્ષ ઉમેદવારોના ચુટણી કાર્યાલયના કાર્યક્રમમાં, જાણીતા ગુજરાતી ગાયક ઉમેશ બારોટ હાજર રહ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!