Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIAUncategorized

ઝનોર એન.ટી.પી.સી. ખાતે એર સ્ટ્રાઈક ; મોકડ્રીલ જાહેર કરાતા સૌએ રાહતનો શ્વાસ લીધો

Share

ઝનોર એન.ટી.પી.સી. ખાતે એર સ્ટ્રાઈક ; મોકડ્રીલ જાહેર કરાતા સૌએ રાહતનો શ્વાસ લીધો

હુમલાના સ્થળે કામ કરતા લોકો અને પરિવારોને સુરક્ષિત સ્થળોએ ખસેડવા માટે જીલ્લામાંથી હોમગાર્ડસ ટુકડીઓની તૈનાતીની માંગ કરી આપાતકાલીન સેવાઓની સક્રિયતા સુનિશ્ચિત કરાઈ

Advertisement

ભરૂચ

ભરૂચ જિલ્લામાં ઝનોર નજીક આવેલા એન.ટી.પી.સી એકમમાં સાંજના ૦૫:૦૦ વાગ્યાના અરસામાં એર સ્ટ્રાઈક થતા ભાગદોડ થઈ હતી. આપાતકાલીન પરિસ્થિતિનો સાયરન વાગતા એન.ટી.પી.સી એકમના કર્મચારીઓ સચેત થઈ તાત્કાલિક ધોરણે એકમની બહાર નીકળી ગયા હતા. સિવિલ ડિફેન્સની વિવિધ આપાતકાલીની સેવાઓના કર્મચારીઓ યુદ્ધના ધોરણે સ્થળ પર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. અંતે વહીવટી તંત્ર દ્વારા સમગ્ર ગતિવિધિ મોકડ્રીલ જાહેર કરાતા સૌએ હાશકારો અનુભવ્યો હતો.

     સરકારશ્રીના ઓપરેશન શિલ્ડ અન્વયે સિવિલ ડિફેન્સના ભાગરૂપે યોજાયેલી મોકડ્રીલના સીનારીયા મુજબ સાંજે ૦૫:૦૦ વાગ્યાના અરસામાં એન.ટી.પી.સી એકમના પર એર સ્ટ્રાઈક થતા એકમમાં કામ કરતા કર્મચારીઓ પણ ઇજાગ્રસ્ત થયા હતા. સાયરન વગાડી કર્મચારીઓને સચેત કરવામાં આવ્યા હતા. તાત્કાલિક ધોરણે જિલ્લા કંટ્રોલરૂમને જાણ કરવામાં આવી હતી. તેમજ હુમલાના સ્થળે કામ કરતા લોકો અને પરિવારોને સુરક્ષિત સ્થળોએ ખસેડવા માટે મામલતદારએ જીલ્લામાંથી હોમગાર્ડસ ટુકડીઓની તૈનાતીની માંગ કરી હતી. બીજીતરફ એમ્બ્યુલન્સ તથા ફાયર ફાઈટરને મદદ માટે કોલ કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા જ શક્ય તેટલી ઝડપે એન.ટી.પી.સી. અને આરોગ્ય કેન્દ્રની એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારબાદ ફાયર ફાઈટર પણ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચ્યા હતા. 

    ત્યારબાદ બચાવની કામગીરીમાં સામાન્ય ઈજાગ્રસ્તોને નજીકના પ્રાથમિક એન.ટી.પી.સી.માં આવેલા સારવાર કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે ગંભીર ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઉપરાંત અન્ય કર્મચારીઓને એન.ટી.પી.સી એડમીન બિલ્ડીંગના ભોંયતળિયે આશ્રયસ્થાનમાં ખસેડવામાં આવ્યા હતા. અંતે આ તમામ ગતિવિધિ મોકડ્રીલનો એક ભાગ હોવાની જાણ થતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.

      આ મોકડ્રીલ વખતે સિવિલ ડિફેન્સની આરોગ્ય, ફાયર, પોલીસ અને સહિતની મહત્વની ૧૨ સેવાઓ, સી.આઈ.એસ.એફના જવાનો, સિવિલ ડિફેન્સના વોલેન્ટીયર્સ, જી.આર.ડી.ના જવાનો તથા નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી, મામલતદાર, નાયબ પોલીસ અધિક્ષક, જિલ્લા આરોગ્ય અધિકારી તથા વહીવટી તંત્રના વિવિધ વિભાગના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા.


Share

Related posts

દેડીયાપાડાના જામલી ગામે તાલુકા કક્ષાની પશુપાલન તાલીમ શિબીર યોજાઇ.

ProudOfGujarat

ભરૂચ : બાળકોમાં પર્યાવરણ અંગે જાગૃતિ લાવવા સતચેતના પર્યાવરણ સંગઠનની અનોખી પહેલ…!

ProudOfGujarat

બેંક ખાતા માંથી ઓનલાઈન ઉપડી ગયેલ નાણા પરત મેળવી આપતી ભરૂચ સાઇબર ક્રાઇમ સેલની ટીમ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!