Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લા માહિતી કચેરીના સહાયક માહિતી નિયામક અને ઇનચાર્જ નાયબ માહિતી નિયામક એસ.આર.પટેલ વય નિવૃત્ત થયા

Share

ભરૂચ

ભરૂચ જીલ્લા માહિતી કચેરીના સહાયક માહિતી નિયામક(વહીવટ) અને .ચા.નાયબ માહિતી નિયામક સંજય.પટેલ તારીખઃ ૩૧/૦૫/૨૦૨૫ના રોજ વય નિવૃત્ત થતાં તેમના વિદાય સમારોહ પ્રાદેશિક માહિતી કચેરી, સુરતના સંયુકત માહિતી નિયામક અમીત ગઢવીના અધ્યક્ષસ્થાને ભરૂચ કચેરી ખાતે યોજાયો હતો. વેળાએ જિલ્લા માહિતી કચેરી નર્મદા નાયબ માહિતી નિયામક અરવિંદ.મછાર, વલસાડ કચેરીના નાયબ માહિતી નિયામક  ભાવના વસાવા, સુરત કચેરીના ઇનચાર્જ નાયબ માહિતી નિયામક ઉમેશ બાવીસા,સહાયક માહિતી નિયામક ચીમનભાઇ વસાવા તથા ભરૂચ કચેરીના કર્મચારીઓએ ભાવભેર વિદાય સાથે  શુભેચ્છાઓ પાઠવી હતી.

Advertisement

                   વેળાએસુરતના સંયુકત માહિતી નિયામક અમીત ગઢવીએ વય નિવૃત્ત થતાં સંજય પટેલે આપેલી સેવાની  કામગીરીને બિરદાવી કહ્યું હતું કે, માહિતી ખાતાને તેમણે જીવનનો ખૂબ લાંબો સમય આપ્યો છે. અધિકારી તરીકે ચીવટપૂર્વક કામ કરવાની કુશળતા, કામ પ્રત્યેની તેમની ફરજનિષ્ઠા , પોઝીટીવનેસ સાથે અધિકારીઓ સહિત મીડિયા સાથે તેમનું સંકલન કાબિલે તારીફ રહ્યું છે. તેમણે પોતાના કામથી એક તંદુરસ્ત જગ્યા બનાવી છે. અંતમાં, નિવૃતિમય જીવનની શુભેચ્છાઓ તેમણે પાઠવી હતી અને નોકરીની જવાબદારીઓમાંથી મુક્ત થઈ બાકીનો સમય પોતાના પરિવારને આપી, પોતાના રસના વિષય  ક્ષેત્રમાં કાર્યરત રહેવા જણાવ્યું હતું.

કચેરીના માહિતી મદદનીશશ્રી યોગેશભાઇ વસાવા, અધિક્ષક બી.કે.વસાવા જુનિયર કલાર્ક આશિષ રાણા અને ઓપરેટર વસંતભાઇ સોજીત્રાએ પ્રાસંગિક ઉદબોધનમાં કહયું કે સરકારી સેવામાં દાખલ થયા પછી ત્રણ મહત્વના તબકકા વ્યકિતના જીવનમાં આવે છે….બઢતી, બદલી અને નિવૃત્તિ …. એવો પ્રસંગ છે જેમાં ત્રણેય તબકકાઓના સ્મરણની ફૂલગૂંથણીનો આશરો લેવો પડશેતેમણે  પટેલ સાથેની કરેલી કામગીરીના સંસ્મરણો વાગોળી તેમની  સેવાઓને બિરદાવી નિવૃતિની શુભકામનાઓ પાઠવી હતી

નિવૃત્તિ વિદાય સમારંભ વેળાએ  સંજય પટેલે માહિતી વિભાગ સાથે જોડાયેલા સંસ્મરણો વાગોળ્યા હતા. અને માહિતી વિભાગમાં ૩૯ વર્ષ દરમિયાન કરેલ નોકરી અંગેના અનુભવો વર્ણવ્યા હતા. જિલ્લા માહિતી કચેરીના સંપૂર્ણ સ્ટાફ પરિવાર ધ્વારા નિવૃત્તિ વેળાએ શાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ તેમજ મોમેન્ટો આપી નવી ઇનિંગ્સ માટે તેઓને શુભેચ્છા પાઠવી હતી. વેળાએ કચેરીના નિવૃત્ત સ્ટાફ તેમજ પટેલના પરિવારજનો ઉપસ્થિત રહયા હતા.


Share

Related posts

અંકલેશ્વર ની બચપન પ્લે સ્કૂલ ખાતે વેકેશન દરમ્યાન આવતા મધર્સ ડે ની આગોતરી ઉજવણી નિમિતે નૉનફલંએમ રસોઈ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું…….

ProudOfGujarat

વડોદરામાં જીવલેણ ચાઇનીઝ દોરીના વિક્રેતાઓ પર તવાઇ, શહેરમાં બે સ્થળેથી ચાઇનીઝ દોરીની 50 રીલ જપ્ત કરતી પોલીસ

ProudOfGujarat

વડોદરાના અલકાપુરી વિસ્તારમાં જીમમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!