Proud of Gujarat
bharuchFeaturedGujaratHealthINDIAUncategorized

ભરૂચ જિલ્લામાં શંકાસ્પદ કોરોનાના વધુ બે કેસ નોંધાયાં, સિવિલમાં દાખલ કરાયાં 

Share

અગાઉની મહિલાનો આરટીપીસીઆર ટેસ્ટનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો
ભરૂચ.
 ભરૂચ શહેર જિલ્લામાં કોરોનાએ પગપેસારો કરી લીધો હોય તેમ લાગી રહ્યું છે. ચાર દિવસ પહેલાં એક મહિલાનો રેપિડ એન્ટીજન ટેસ્ટનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. તેમનો આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવતાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બીજી તરફ ગઈકાલે કોરોના સંકાસ્પદના વધુ બે દર્દીને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યાં હતાં.
રાજ્યભરમાં કોરોનાની રીએન્ટ્રીને લઈને વહિવટી તંત્ર સતર્ક બની ગયું છે. ત્યારે ભરૂચમાં પણ ગત શુક્રવારે કોરોના શંકાસ્પદનો પહેલો કેસ નોંધાયો હતો. ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારની ૪૮ વર્ષની મહિલાની તબિયત લથડતાં એક ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં તેમનો રેપિડ એન્ટીજન ટેસ્ટનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તબીબોએ તેમની આરટીપીસીઆર ટેસ્ટ કરાવ્યો હતો. જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે, મહિલાની તબિયત સારવાર બાદ સુધારા પર હોવાનું સિવિલના સુત્રોએ જણાવ્યું હતું.
દરમિયાનમાં ભરૂચમાં વધુ બે કોરોના શંકાસ્પદ કેસ નોંધાયાં છે. ભરૂચ હાઈવે પર મુલદ ચોકડી પાસે સાવરણી વેચતાં દંપતિને કોરોનાના લક્ષણો જણાયાં હતાં. જેના પગલે ૭૦ વર્ષીય પુરૂષ અને ૬૦ વર્ષીય મહિલાને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. બન્નેને સિવિલમાં ખાસ તૈયાર કરવામાં આવેલાં કવોરન્ટાઈન વોર્ડમાં દાખલ કરવા સાથે તેમના પણ આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યાં છે.જેના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.
આરોગ્ય વિભાગને કોરોના પોઝિટિવ દર્દીની જાણ જ નથી
ભરૂચ જિલ્લામાં કોરોનાના કેસ આવવાના શરૂ થઈ ગયાં છે. ત્યારે એકતરફ વહિવટી તંત્ર કોરોનાને લઈને તમામ તકેદારીના પગલાં ભરવામાં આવી રહ્યાં હોવાનું જણાવી રહ્યાં છે. જોકે, સંકલનમાં હજી ઉણપ હોય તેમ લાગી રહ્યું છે. ભરૂચ જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે. એસ. દુલેરાને જિલ્લાના કોરોનાના પ્રથમ કેસ અંગે પુછતાં તેઓને મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે કે નહી તે બાબતે કોઈ જાણ ન હોવાનું જણાવ્યું હતું. જોકે, સિવિલના સુત્રોમાંથી જાણવા મળ્યું હતું કે, પહેલો કેસ પોઝિટિવ આવ્યો છે.


Share

Related posts

મેઘમણી કંપનીમાં ગેસ લાગતાં પુત્રનું મોત : પરિવારનો આક્ષેપ

ProudOfGujarat

ભારતમાં કેન્સરના કેસોમાં થશે વધારો, આઇસીએમઆર એ આપી ચેતવણી.

ProudOfGujarat

અંકલેશ્વર ખરોડ હાઈવે પર અજાણ્યા વાહનની અડફેટે બાઈક ચાલકનું કરૂણ મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!