Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

કતપોર ગામે અંદાજિત ૫૦૦ વર્ષ જૂનું બાઓબાબ ( રૂખડાનું વૃક્ષ) હેરિટેજ

Share

ભરૂચ

ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના કતપોર ગામે અંદાજિત ૫૦૦ વર્ષ જૂનું બાઓબાબ વૃક્ષ આવેલ છે. તેને Tree of life તરીકે પણ ઓળખવામાં આવે છે. વન વિભાગ દ્વારા વર્ષ ૨૦૧૪-૧૫ માં હેરિટેજ વૃક્ષ જાહેર કરવામાં આવ્યું છે. બાઓબાબના પુખ્ત વૃક્ષોમાં બોટલ આકારના અથવા નળાકાર વિશાળ થડ હોય છે. આ થડ ખૂબ જ મોટા પ્રમાણમાં તાજા પાણીનો સંગ્રહ કરી શકે છે.

Advertisement

હાંસોટ તાલુકાના કતપોર ગામ પાસે ખોડીયાર માતાના મંદિર નજીક આવેલું રૂખડોના વૃક્ષ ઘણું અને લાંબુ આયુષ્ય ધરાવે છે.2014-15માં વનવિભાગ દ્વ્રારા આ વૃક્ષને હેરિટેજ વૃક્ષ અથવા મહાવૃક્ષનો દરજ્જો આપ્યો છે. 500 વર્ષ પૂર્વે અરબ દેશ માંથી આવેલ વેપારી વૃક્ષની આ પ્રજાતિને ભારત લાવ્યા હતા.વૃક્ષમાં અંદર પાણીનો ભંડાર જોવા મળે છે.વૃક્ષનું ફળ કપિરાજની પ્રિય છે એટલે તેને મંકીબેડ ટ્રી તરીકે પણ ઓળખાય છે. આ વૃક્ષનું આયુષ્ય 1 હજાર વર્ષ માનવામાં આવે છે. તો આસ્થા ના પ્રતીક તરીકે રૂખડાં બાબા તરીકે પૂજાય છે. ચોરો ઝાડની બખોલમાં સંતાતા હોવાથી આને ચોર આંબલા તરીકે પણ ઓણખાય છે.


Share

Related posts

ભરુચની પોલીટેનિક કોલેજ ના ગ્રાઉન્ડ માં યોજાયો 11માં તબક્કાનો ગરીબ કલ્યાણ મેળો..

ProudOfGujarat

રાજપારડી : ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામે ઘરની જમીન બાબતે બે મહિલાઓ બાખડી

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં ઇદ ઉલ અદહાની સાદાઇ અને શાંતિમય મ‍ાહોલ વચ્ચે ઉજવણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!